સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 11th April 2021

કચ્છના સામખિયાળી પાસે નિખિલ દોંગાને લઈ જતી પોલીસ જીપ ડમ્પર સાથે અથડાઈ પલટી : ભુજથી જામનગર મેડિકલ ચેકઅપ માટે લઈ જતી વેળાએ થયેલા અકસ્માતમાં તમામનો બચાવ : ડમ્પર ચાલક સામે સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::: ગુજસીટોકમાં ઝડપાયેલા ગોંડલના કુખ્યાત ગુનેગાર નિખિલ દોંગા ને મેડિકલ ચેકઅપ માટે જામનગર લઈ જતી પોલીસ જીપ પલટી મારી ગઇ હતી. પશ્ચિમ કચ્છ એલસીબીની બોલેરો જીપને સામખિયાળી પાસે અકસ્માત નડ્યો હતો. જે અંગે ડ્રાઈવર કોન્સ્ટેબલ કુંપાભાઈ ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગઇકાલે નિખિલ દોંગા ને મેડિકલ ચેકઅપ માટે ભુજથી જામનગર લઈ જતી વેળાએ સવારે ૯ વાગ્યાના અરસામાં સામખિયાળી હાઈવે ઉપર આગળ જતાં ડમ્પરે એકાએક ક્ટ મારી ટર્ન લેતાં તેમણે પોતાની જીપ બચાવવા પ્રયાસ કરતાં જીપ ડમ્પરમાં અથડાઈ પલટી મારી ગઈ હતી. જોકે, આ અકસ્માતમાં તમામનો બચાવ થયો હતો. જે અંગે ડમ્પર ચાલક સામે સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. જીપમાં ગુનેગાર નિખિલ દોંગા સાથે પીએસઆઈ એચ.એમ. ગોહિલ, એએસઆઈ જયદીપસિંહ ઝાલા, હે.કો. વિરેન્દ્રસિંહ જાડેજા, કોન્સ્ટે. દેવજીભાઈ મહેશ્વરી, રાજુભાઈ ચૌધરી હતા. અકસ્માતમાં તમામ નો બચાવ થયો હતો.

(9:59 am IST)