સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th April 2018

ધોરાજી પાલિકા સેનિટેશન શાખાના ચેરમેન હનીફ મીંયાનું રાજીનામું

જવાબદાર ગણકારતા ન હોવાનો આક્ષેપ રજૂઆતો નિષ્ફળ

ધોરાજી, તા. ૧૧ : કોંગ્રેસ સાશિત નગરપાલિકામાં સેનીટેશન શાખાના ચેરમેન હનીફ કાદરમીંયા સૈયદએ ચેરમેન પદેથી રાજીનામું ધરી દેતાં ચકચાર મચી જવા પામી હતી.

ખાતરમાં લાલીયાવાડી અને લોકોના આરોગ્યની પ્રશ્ર્નોની રજૂઆતો ખૂદ નગરપાલિકાના અધિકારીઓ ગણકારતા ન હોવાથી તંગ આવેલા પાલિકાના ચેરમેને રાજીનામું આપ્યું હોવાના આક્ષેપો કર્યા છે.આ સાથે જ તેમણે અધિકારીઓના ખાતર મા લાલીયાવાડી ની તપાસની માંગ સાથે અન્ય લોક સુખાકારીના કામો ન થતાં હોવાથી તપાસની માંગ કરી છે ધોરાજી માં હાલ ૩૫ જેટલાં નગરપાલિકા ના નાનાં મોટાં મુતરડી અને સંડાસ આવેલ છે જેને ભુગર્ભ ગટર સાથે જોડવાનું કામગીરી નથી કરી જેથી તેનાં ગંદા પાણી રોડ પર નિકાલ ન થતા નિકળે છે અને ભુતનાથ મંદિર પાસે પણ ગંદકી નુ સામ્રાજય જોવાં મળે છે  એવુ જણાવેલ બોડી કે પ્રમુખ તરફથી વાંધો નથી પણ જવાબદાર અધિકારી તરફથી વાંધો હતો જેથી રાજીનામું ધરી દીધું હતુ અને હાલ કદાચ હજું અન્ય કોઈ અસંતોષ બહાર આવે તો નવાઈ નહી ધોરાજી ભાજપના પ્રમુખ જયસુખભાઇ ઠેસીયાએ પણ ધારાસભ્ય સામે તીર તાકતા લોકોને પાણી આપવા સહિતની લોકસુખાકારીની કામગીરીમાં ધોરાજી નગરપાલિકા  ઉણીં ઉતરી હોવાનું જણાવ્યું હતું.

(12:52 pm IST)