News of Wednesday, 11th April 2018
લખતર પાસે ટેમ્પો પલટી જતા ૧પને ઇજા
વઢવાણ : સુરેન્દ્રનગરના લખતરના તાવી અને દેવળીયા ગામ પાસે ખેતરમાં ખેત મજુરી માટે ટેમ્પામાં લઇ જઇ રહયા હતા. જેમા અચાનક ટેમ્પો પલટી ખાઇ જતા ૧પ થી વધુ લોકોને ઇજા થઇ હતી. જેમાં પ્રાથમીક સારવાર માટે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને વધુ ગંભીર થયેલા ૪ મહિલાને સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા તુરત ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. (તસ્વીર : અહેવાલ : ફઝલ ચૌહાણ - વઢવાણ) (૭.ર૩)
(12:50 pm IST)