ખંભાળીયામાં પ૦ હજારની સોનાની લકીની લૂંટ ચલાવી
ખંભાળીયા, તા. ૧૧ : ખંભાળીયામાં રહેતા ગુલાબબા જાડેજા ના પૌત્ર યશપાલસિંહને શારદા સિનેમા રોડ પર રાહુલ વાનરીયા સાથે માથાકુટ થયેલ જયારે રાહુલ નાથુભાઇ વાનરીયા, લઘુ મહેસબભાઇ ગઢવી, લાલાભાઇ ગયાભાઇ સંધીયા, પબુ ડોસા ગઢવીએ પાઇપ અને લાકડી વડે હુમલો કરી હાથમાંથી આશરે બે તોલા સોનાની લક્કી કિંમત રૂપિયા પ૦ હજારની લૂંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ૩૯ર, ૩૯૭, ૩૩૪, પ૦૪, પ૦૬, ૩ર૩ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દારૂ સાથે ઝડપાયો
ઓખાના આર.કે. બંદર વિસ્તારમાંથી આરોપી (૧) દેવશી નાથા સિરૂકા શોકા ઇંગ્લીશ દારૂની બોટલ નંગ -૬ કિંમત રૂપિયા ૩ હજારની મુદ્દામાલ સાથે પકડાઇ જતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
દ્વારકામાં પગ ભાંગ્યા
દ્વારકાના નરસંગ ટેકી વિસ્તારમાં રહેતા ફરીયાદી કિનભા રાજભા ભાયા ના પિતા રાજભા ભાયા એ તેમના પરિવારના સભ્ય આરોપી (૧) દેરાજભા રાજભા ભાયાને વધુ પડતો દારૂ પીવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઇ જઇ ત્રિકમના હાથા વડે પોતાના પિતા રાજભા ઉપર હુમલો કરી બંને પગ ભાંગી નાખી ઇજા કર્યાની ફરીયાદ કિશનભાઇ ભાયાએ આકરોપી દેવરાજભા ભાયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસ આગળની કાર્યવાહી કરી છે. (૯.પ)