સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th March 2019

ધોરાજી- ઉપલેટાના પ૦ ગામોમાં પાણીની વ્યવસ્થા માટે મશીનરી ફીટ ન કરાય ત્યાં સુધી કચેરીમાં ધામા નાંખીશઃ લલિત વસોયા

ધોરાજી, તા.૧૧: ભાદર ૨ ડેમનું પાણી ધોરાજી, ઉપલેટા,  માણાવદર, તાલુકાના ૫૦ જેટલા ગામોને પીવાના પાણીની ખાસ યોજના હેઠળ લાગુ કરવામાં આવી હતી..

જોકે પ્રદુષિત પાણીના હિસાબે ગ્રામ્ય વિસ્તારની જનતા આ પાણીનો ઉપયોગ કરતી ન હોય..

હાલ ઓછાં વરસાદે અને દુષ્કાળની પરિસ્થિતિ નિર્માણ થતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનાં તળ ઉંડા જવાથી પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે.

ત્યારે ભાદર ૨ ડેમ માંથી હાલ પાણી વિતરણ વ્યવસ્થા બંધ હોવાથી ધોરાજીના લડાયક ધારાસભ્ય લલિત વસોયા એ ફરી એકવાર આક્રમક ભાષા ઉચ્ચારી જણાવેલ કે મારા મત વિસ્તારના લોકોને દિવસ ૩ સુધીમાં પીવાનું પાણી સપ્લાય નહીં કરાઈ તૌ ભાદર કચેરી નો ઘેરાવો કરાશે...

ધારાસભ્ય લલિત વસોયા એ વિશેષ જણાવેલ કે ભાદર ૨ નું પાણી ધોરાજી, ઉપલેટા, માણાવદર તાલુકાના ૫૦ જેટલા ગામોમાં પીવાનું શુદ્ઘ પાણી મળી રહે તે હેતુસર સરકાર દ્વારા યોજના કરાયેલ..પરંતુ આ ડેમમાં કેમિકલ યુકત પાણીની ફરીયાદ રહેતા ગ્રામ્ય વિસ્તારમાં લોકો આ પાણીનો પીવા માટે ઉપયોગ કરતા ન હતાં. હાલ દુષ્કાળની સ્થિતિએ આ પાણી ફરજીયાત વાપરવું પડે તેમ છે. ત્યારે ડેમ નું પાણી બે દિવસ થી ડેડ સ્ટોકમા ચાલ્યું ગયું છે. લોકોને પાણી મળતું બંધ થયુ છે ડેડ સ્ટોક માંથી પાણી ઉપાડવા હાલ કોઈ મશીનરી પણ ફીટ થયેલ નથી. આથી આગામી દિવસોમાં લોકો ને પાણી મેળવવા માટે મુશ્કેલી સર્જાઈ તેમ છે.

આ મામલે મશીનરી ફિટ કરવા તંત્રને વિનંતિ કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. આથી આગામી ૩ દિવસમાં ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા મુદે મશીનરી ફીટ ન કરાય ત્યાં સુધી કચેરીએ ધામા નાંખવાનુ ચિમકી ઉચ્ચારી છે.

(11:24 am IST)