સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th March 2019

મહિલા દિવસ નિમિતે ખોજા પરિવારનું સ્તુત્ય પગલું

વાંકાનેરની ગાયત્રી શકિતપીઠ સંચાલીત શિવણ કલાસને નવા સંચા અર્પણ

વાંકાનેર તા.૧૧: અહિના વેદમતા ગાયત્રી પબ્લીકેશન સંચાલિત ટ્રસ્ટ દ્વારા ગાયત્રી શકિતપીઠ સંચાલિત શિવણ કલાસમાં પાંચ નવા સંચા મહિલા દિવસની ઉજવણી સંલગ્ન અર્પણ કરવામાં આવેલ તેમ ટ્રસ્ટી અશ્વિનભાઇ રાવલે જણાવ્યું હતું.

રાવલે વધુમાં જણાવેલ કેે શિવણ કલાસમાં ૮૦ થી વધુ દિકરીઓ-મહિલાઓ શિવણ સીખવા માટે આવે છે. જેમાં ઘણીબધી બહેનોતો આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ શિવણ સીખવા પધારે છે. સંસ્થાની આ બધી પ્રવૃતિઓ દાતાઓના સહયોગથી ચાલી રહી છે.

તા. ૮મીના વિશ્વ મહિલા વુમનડે નિમિતે મુળ વાંકાનેરના વતની અને હાલ આફ્રિકા સ્થિત ખોજા જ્ઞાતિના ફીરોજભાઇ અણદાણીએ પોતાના વતન પ્રત્યેના પ્રેમને યાદ કરી. શ્રી ગાયત્રી શકિતપીઠ સંચાલિત શિવણ કલાસમાં પાંચ સિવણ સંચા આ જગ્યાને અર્પણ કર્યા હતા.

વુમન ડેના સારા દિવસે જ આ નવા પાંચ સંચાનું પછાત બાળાઓના હસ્તે સિવણ કાર્ય કરાવી ઉદ્દઘાટન પણ કરવામાં આવેલ. વેદમાતા શ્રી ગાયત્રી માતાજી-સરસ્વતી માતાજીની તસ્વીર સમક્ષ મહિલાઓ અને સિવણ કલાસના શિક્ષીકા બહેનોએ દિપ પ્રાગટય કરી ભાવ વંદના કરેલ.

(9:53 am IST)