સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 11th February 2021

જૂનાગઢ જિલ્લામાં ત્રીજા દિવસે કોરોનાની રસી લેતા શિક્ષકોઃ વંથલી, માંગરોળ, માળીયાહાટીના, માણાવદર તાલુકાના ૧૦૭૪એ વેકસીન લીધી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૧ :. જૂનાગઢ જિલ્લા ૪ તાલુકાઓની પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ગઈકાલે કોરોના રસીકરણનો કેમ્‍પ રાખવામાં આવેલ.

જીલ્લા શિક્ષણાધિકારી શ્રી આર.એસ. ઉપાધ્‍યાયએ જણાવ્‍યુ હતુ કે જિલ્લાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો માટે જિલ્લાના વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ કોરોના રસીકરણ અભિયાનમાં ત્રીજા દિવસે જૂનાગઢ શહેર તેમજ વંથલી, માંગરોળ, માળીયાહાટીના, માણાવદર તાલુકાના ૧૦૭૪ સારસ્‍વતોએ રસીકરણ કરાવેલ. આ કેમ્‍પોની મુલાકાત લઈ શ્રી આર.એસ. ઉપાધ્‍યાય અને માર્ગદર્શન આપ્‍યુ હતુ. જૂનાગઢ શહેરમાં યોજાયેલ રસીકરણના કાર્યક્રમમાં મ્‍યુ. કમિશ્નર તુષાર સુમેરા ઉપસ્‍થિત રહી શિક્ષકોને પ્રોત્‍સાહીત કર્યા હતા. શ્રી ઉપાધ્‍યાયએ અંતમાં જણાવ્‍યુ હતુ કે આ કાર્યક્રમ દરમ્‍યાન કોઈપણ શિક્ષકને વેકસીન લેવાથી આડઅસર થયેલ નથી અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

(12:05 pm IST)