સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th February 2019

મૂળ જુનાગઢના અને હાલ આણંદના ડો. ઉત્સવના રિસર્સ પેપરને જોધપુરમાં ફર્સ્ટ પ્રાઇઝ એવોર્ડ

આણંદની કૃષ્ણ હોસ્પિટલ અને પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજના સીનીયર મોસ્ટ ડોકટર-પ્રોફેસર

જોધપુરમાં પોતાના રિસર્ચ પેપર માટે એવોર્ડ સ્વીકારતા ડો. ઉત્સવ પારેખ ...

રાજકોટ, તા. ૧૧ :  તાજેતર જોધપુર રાજસ્થાન ખાતે ડો. એસ એન મેડિકલ કોલેજમાં ઇન્ડિયન એકેડેમી ઓફ ફોરેન્સિક ના છત્ર હેઠળ ૪૦ મી નેશનલ કોન્ફરન્સ 'ફોરેન્સીક મેડીકોન' યોજાઈ હતી. આ રાષ્ટ્રીય અધિવેશનમાં આશરે ૫૦૦ થી વધારે ફોરેન્સિક મેડિસિન એકસપર્ટ ભારતના અલગ-અલગ રાજયો ઉપરાંત વિદેશમાથી હાજર રહી ત્રણ દિવસના સમયગાળા દરમિયાન મેડિકો લીગલ મુદ્દાઓના વિવિધ વિષયોઙ્ગઉપર સંશોધન પત્રો રજૂ કરી ચર્ચા-વિચારણાઓ કરેલ.

આ નેશનલ કોન્ફરન્સમાં અંતમાં બધા જ સંશોધન પત્રો ચર્ચાયા બાદ ડો. ઉત્સવ નીતિનકુમાર પારેખના રિસર્ચ પેપર ને ફેકલ્ટી પોસ્ટર પ્રેઝન્ટેશન શ્રેણીમાં ફર્સ્ટ પ્રાઇઝ ડિકલેર કરી એવોર્ડ એનાયત કરવામાં આવેલ. ડો. ઉત્સવ નીતિનકુમાર પારેખ પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ તથા શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદ આણંદ ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન્સિક મેડિસિન એન્ડ ટોકસીકોલોજી મા એસોસિયેટ પ્રોફેસર તરીકે નિયુકત છે.

મૂળ જૂનાગઢ રહેવાસી ડો. ઉત્સવ એ અમદાવાદ ની ખ્યાતનામ વી. એસ. હોસ્પટલમાં એમ.ડી. નો અભ્યાસ કરેલ છે. આણંદ જિલ્લામાં વિવિધ મેડીકો લીગલ જવાબદારી સંભાળતા ડો. ઉત્સવ ને જિલ્લા પોલીસ તથા કોર્ટ દ્વારા અનેક પ્રસંગોએ બિરદાવવામાં આવેલ છે. આ ઉપરાંત ભૂતકાળ માં પણ તેમને જિલ્લા તથા રાજય કક્ષા એ ઇન્ટેલ તથા એન સી ઈ આર ટી સાયન્સ ફેર એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.

(3:33 pm IST)