સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th February 2019

વડિયાની એક આંગણવાડી જર્જરીતઃ જીવના જોખમ હેઠળ ભૂલકા અભ્યાસ કરે છેઃ તંત્ર મૌન

પ્રાંત અધિકારીએ આંગણવાડીની મુલાકાત લીધી પણ પાણીમાં બેસી ગયાઃ પગલા નથી લીધાઃ 'બાળક સુરક્ષિત તો સમાજ સુરક્ષીત' માત્ર બેનરો લગાવી દીધા પણ આંગણવાડી મરામતનું કોઇને સુઝતુ નથીઃ તંત્રની બલીહારી

વડિયા, તા.૧૧: માત્ર ચારજ વર્ષ પહેલાં નવી બનેલ આંગણવાડી સાવ જર્જરિત હાલતમાં સંચાલિકા બહેનના જણાવ્યા મુજબ જયારે આંગણવાડી અમોને સોંપવામાં આવી ત્યારે જ નબળી હતી એવું નથી કે તંત્રને ખ્યાલ નથી ખુદ પ્રાંત અધિકારી આ જર્જરિત આંગણવાડી ની મુલાકાત કરેલ છે તેને પણ એક વર્ષ જેટલો સમય વિતી ગયો છતાં પણ તંત્ર ના પેટનુ પાણી પણ હલતું નથી શું ? તંત્ર કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તેની રાહ જોઈને બેઠું છે.

પ્રગતિશીલ ગુજરાતમાં નાના ફુલકાઓની આગણવાડીમાં બાળક સુરક્ષિત તો સમાજ સુરક્ષિતના બેનરો જર્જરિત આંગણવાડીમાં જોવા મળ્યા...જીવના જોખમે નાનાં ફુલકાઓ જર્જરિત આંગણવાડીમાં ભણી રહયા છે...સ્લેબમાંથી ખરતી માટી અને સ્લેબ થી છૂટી પડેલ વચ્ચેની દિવાલના જીવના જોખમો વચ્ચે દેશનું ભાવિ નાનાં ફુલકાઓ...

આ અંગે અનેક વખત ઉચ્ચ અધિકારીઓ લેખીત રજુઆત કરવામાં આવેલ છે.

આ છે અમરેલી જિલ્લાના વડીયાની કેન્દ્ર નં-૯૧ ની આંગણવાડી...આ આંગણવાડી નું નવનિર્માણ થયું તેને માત્ર ચાર વર્ષ જેટલો સમય થયો છે...હજુ આ આંગણવાડીના સોચાલયના સોસખાડો બનાવવાનો બાકી છે...ત્યાં સ્લેબની પરિસ્થિતિ જર્જરિત...કયારે આ ફુલકાઓના ઉપર સ્લેબ અને વચ્ચેની દીવાલ ખાબકે તે કહી શકાય નહીં...જર્જરિત આંગણવાડીની રજૂઆતો ગ્રામપંચાયતે થી પણ કરવામાં આવી છે....આ જર્જરિત આંગણવાડીએ ખુદ પ્રાંત આવીને ચેક કરી ગયા છે...સંચાલિકા દ્વારા પણ લેખિત રજૂઆતો કરવામાં આવી છે...તંત્ર દ્વારા ઙ્કબાળક સુરક્ષિત તો સમાજ સુરક્ષિતઙ્ખના બેનર લગાવેલા દર્શાઇ રહયા છે...આ બેનર જોઈ દેશના ભાવિ સમાન ફુલકાઓની સાથે સુરક્ષા વિસે સવાલો ઉઠી રહયા છે....તંત્ર દ્વારા છેતરપીંડી કરતું હોય તેવું દર્શાઇ રહ્યું છે....

કેન્દ્ર નં-૯૧ ની આંગણવાડી વિસ્તારના વાલીઓનું કહેવું છે કે આ આંગણવાડી જર્જરિત છે...અમો અમારા બાળકોને જીવના જોખમે કેમ અહીં મોકલી... માત્ર સુરક્ષાના બેનરો લગાવેલા છે...અહીં કોઈજ સુરક્ષા દર્શાતી નથી...તેડાગર રસોઈ બનાવતા હોઈ તો સ્લેબ માંથી માટીઓ ખરતી હોઈ તેવા દ્રષ્યો નજરે દર્શાઇ રહયા છે...આ સ્લેબ અને વચ્ચેની દીવાલ કયારે ખાબકે તે કહી શકાય નહીં...અમારા બાળકો અહીં ભણવા આવ્યા હોય તો અમારા મનમાં અનેક સારાનરસા વિચારો સતાવે છે...તંત્ર જાગે અને દેશના ભાવિસમાન નાના ભુલકાઓની આ આંગણવાડી નું નવ નિર્માણ થાય તેવી આ વિસ્તારના લોકોની માંગ ઉઠી છે..(૨૩.૨)

(11:53 am IST)