સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th February 2019

વાંકાનેર : કુંભમેળામાં વસંત પંચમીનું શાહી સ્નાન

વાંકાનેર :  પ્રયાગરાજ ખાતે કુંભ મેળામાં વસંત પંચમીના 'શાહી સ્નાન માં સાડા ત્રણ લાખથી વધુ સાધુ-સંતોએ ત્રિવેણીમાં પ્રયાગરાજમાં 'ત્રિવેણી સંગમ'માં સ્નાન કરેલ હતું. સમગ્ર ભારતભરમાંથી તેમજ દેશ-વિદેશથી કરોડો ભાવિકોએ ત્રિવેણીમાં સ્નાન કરીને પુણ્યનું ભાતુ બાંધ્યું હતું. સવારના ૪ વાગ્યાથી સમગ્ર અખાડાની વિશાળ રવેડી-શણગારેલા વાહનો સાથે રથ સાથે વિશાળ શોભાયાત્રા વાજતે ગાજતે હર હર મહાદેવ'ના નારા સાથે વિશાળ જનમેદની સાથે લાખો ભાવિકોની સંખ્યામાં રવેડી નીકળેલ હતી. સેકટર નં.૧૬માં શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડા ખાતે દરરોજ સવાર-સાંજ ઉદાસીન આચાર્યદેવ ૧૧૦૮ જગતગુરૂ શ્રી ચંન્દ્ર ભગવાનની મહાઆરતી થતી હતી. શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન બેડા નિર્વાણ અખાડાના શ્રી મહંત શ્રી મહેશ્વરીદાસજી મહારાજ મહંતશ્રી રઘુમુનીજી મહારાજ, મહંતશ્રી દુર્ગાદાસજી મહારાજ, મહંતશ્રી આદિત્યાનંદજી મહારાજની દેખરેખ સત સેવાના કાર્યો કરેલા હતા. હરિદ્વારાથી મહામંડલેશ્વર સ્વામીશ્રી ગ્યાનંદજી મહારાજ, વૃન્દ્રાવન મહામંડલેશ્વર સ્વામી શ્રી ગુરૂ શરણાનંદજી મહારાજ તેમજ અનેક મહામંડલેશ્વરો સિદ્ધ સંતો આજરોજ રવેડીમાં જોડાયા હતાં. (તસ્વીર-અહેવાલ : હિતેષ રાચ્છ-વાંકાનેર)(૮.પ)

(11:49 am IST)