સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th February 2019

મીઠાપુર આંગણવાડીમાં રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની ઉજવણી

મીઠાપુર : આંગણવાડી કેન્દ્ર પ૦ અને પર ના સંયુકત ઉપક્રમે રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કૃમિના ઉપદ્રવને કારણે બાળકોમાં કુપોષણ અને લોહીની ઉણપ થાય છે જેના કારણે બાળકોને થાક જલ્દી લાગે છે. આ ઉપરાંત બાળકોનો સંપૂર્ણ શારીરિક અને માનસિક વિકાસ પૂર્ણપણે થતો નથી. તેથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ જીલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા (ખંભાળીયા)ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમની ઉજવણી કરાઇ હતી. આ કૃમિ નાશક દિવસની ઉજવણીમાં સ્થાનિક સરકારી આરોગ્ય વિભાગના અધિકારીઓ, આંગણવાડીના અધિકારી, આંગણવાડી કેન્દ્રના બહેનો તેમજ આંગણવાડી કેન્દ્રના લાભાર્થી ઉપરાંત દ્વારકા તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન શ્રી અશોકભાઇ અરજણભાઇ શ્રીમાળી તેમજ મીઠાપુર સુરજકરાડી મોબાઇલ એસોસીએશનના પ્રમુખ તથા અકિલાના એજન્ટ દિવ્યેશભાઇ જટણીયા ઉપસ્થિત રહ્યા હતાં. અધિકારીઓ દ્વારા બાળકો અને તેમના વાલીઓને કૃમિનાશક દવાઓ આપવા ઉપરાંત કૃમિાથી થતાં નુકશાન વિષે સમજ અપાઇ હતી. (૮.૪)

(11:48 am IST)