સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th February 2019

રંગપરની જમીન અંગેની નોંધો રદ કરવાની અરજી નામંજુર

રાજકોટ તા ૧૧ : પડધરી તાલુકાના રંગપાર ગામના રે.સ.નં.૨૧/૩ ની જમીન એ. ર-૧૪ ગુંઠા જમનાબેન ખોડાભાઇ વિગેરેની સંયુકત ખાતામાંથી  દેવરાજ ખોડા તારપરા વિગેરેએ હકક કમી કરતી નોંધ નં. ૫૬૨ મામલતદારશ્રી એ મંજુર કરેલ, તે નોંધ રદ કરવા તે નોંધની સામે ડે. કલેકટર સમક્ષ અપીલ થયેલ, જે હુકની  સામે દેવરાજ ખોડા  તારપરાએ રાજકોટના કલેકટરે અરજી નામંજુર કરવાનો હુકમ કરેલ છે, અને એવું તારણ કાઢેલ  છે કે સદરહું નોંધ હક્ક મુકિતની નોંધ છે, જે વર્ષ-૧૯૯૯ મા ં પ્રમાણીત થયેલ છે, જેમાં  હાલના અરજદાર સહિત અન્ય-૮ વારસદાર ને લે.રેે.કો.ક. ૧૩૫(ડી)  ની નોટીશ બજાવેલ તેમજ તેઓની કબુલાતના આધારે વાદગ્રસ્ત જમીનમાંથી તેઓનો હક્ક કમી થયેલ છ. ગામ  દફતરે દાખલ થતી નોંધો ફીસ્કલ છે. વળી આટલા વર્ષો બાદઅરજદાર વાગ્રસ્ત જમીનમાં પોતાનો હક્ક હોવાની રજુઆત કરી રહ્યા છે, તે વ્યાજબી નથી.... વિગેરે કહીને  અરજદારની  રીવીઝન અરજી નામંજુર (રીજેકટ) કરવાનો હુકમ કરેલ છે.

આ કામમાં સામાવાળ મોહનભાઇ ખોડાભાઇ તારપરા વતી એડવોકેટ તરીકે રહી ને યુવાન અને વિધ્વાન એડવોકેટ મુકેશભાઇ  જે. ઠક્કરની રજુઆતો માન્ય રાખી સામાવાળાને  ન્યાય અપાવેલ છે. (૩.૨)

(11:48 am IST)