સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th February 2019

મોરબા ગામના દલિત યુવકને હડધૂત કર્યાનો વિડીયો વાયરલ છતાં ફરીયાદ નોંધાતી નથી ?

ગારીયાધાર તા ૧૧ : પંથકના મોરબા ગામ.રહ.તા જીતુભાઇ ખીમજીભાઇ કંટારીયા દ્વારા ગત તા. ૬/૨/૧૯ ના રોજ ગારીયાધાર પોલીસ મથક પર એવી અરજી અપાઇ હતી કે જગો, પાંચો અને વિજય ઉર્ફે (તીતી) શખ્સો દ્વારા જગાનેે જીતુભાઇએ ઉછીના આપેલા ૨૩૦૦૦/- રૂપીયા આ શખ્સોએ બોલાવેલી જગ્યા પર લેવા જતા પૈસા પરત આપવાના નથી તેમજ પાંચો અને વિજય દ્વારા મારા કાકાના દિકરા રાકેશભાઇને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા  ફરીયાદ આપવામાં આવી હતી.

તા. ૬/૨/૧૯ ના રોજ ગારીયાધાર પોલીસ મથકે  ફરીયાદ આપવા  છતાં પોલીસ દ્વારા પણ કોઇ ફરીયાદ ન દાખલ કરવામાં આવતા ઉપરોકત યુવક દ્વારા આ સમગ્ર ઘટનાના ત્રણેય શખ્સો સાથેની વાતચીતના ઓડિયો અને પોલીસ દ્વારા કોઇ કામગીરી ન થતાં વિડીયો વાયરલ કરવામાં આવતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે.

જે ઓડિયોમાં દલિત યુવકને હડધૂત કરવામાં આવેલ છે તે દર્શાય છે. (૩.૫)

(11:46 am IST)