સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th February 2019

કાગવડ પાસે રોડ ક્રોસ કરતી વખતે બોલેરો હડફેટે પોપટભાઇ જાગાણીનું મોત

રાજકોટ તા.૧૧: વિરપુર નજીક કાગવડ પાસે બોલેરોના ચાલકે ઠોકર મારતા પટેલ વૃદ્ધનું મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ જેતપુરના કાગવડ નિશાળ પાસે રહેતા પોપટભાઇ વાઘજીભાઇ જાગાણી (ઉ.વ.૭૦) ગઇકાલે ચાલીને જતા હતા ત્યારે કાગવડ પાટીયા નજીક ચોકડી પાસે રોડ ક્રોસ કરતા હતા ત્યારે સફેદ થેલી ભરેલ નંબર વગરના બોલેરોના  ચાલકે પટેલ વૃદ્ધને હડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું મોત નિપજયું હતું. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ જાણ કરતા વિરપુર પોલીસ મથકના પીએસઆઇ આર.એલ. ગોયલે સ્થળ પર પહોંચી મૃતક પોપટભાઇ જાગાણીના પુત્ર દિનેશભાઇની ફરિયાદ પરથી બોલેરો ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ આદરી છ.(૧.૫)

(10:20 am IST)