સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th January 2021

ભુજની જેલમાં બંધ પાકિસ્તાની કેદીનું મોત

વિનોદ ગાલા દ્વારા(ભુજ) : ભુજની જેઆઈસી જેલમાં બંધ ૬૦ વર્ષીય પાકિસ્તાની કેદીનું આજે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આરબ મિસરી જત નામનો ૬૦ વર્ષીય કેદી સરહદમાં ઘૂસી આવતાં ઝડપાયો હતો. પાકિસ્તાનના સિંધ પ્રાંતના નવાબશા જિલ્લાના જુમા ગામનો વતની હતો.  તેને માનસિક બીમારી હતી. જોકે, હમણાં શ્વાસની તકલીફ થતાં તેને ભુજની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું.

(5:02 pm IST)