સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th January 2021

ધામળેજ બંદરે હોડીને ટ્રોલી બોટે ઠોકર મારતા બે ખલાસીના મોત

એક ખલાસીનો મૃતદેહ હજુ સુધી ન મળતા રજુઆત

વેરાવળ, તા.૧૧: ધામળેજ બંદરે તાજેતરમાં નાની હોડી ને મોટી ટ્રોલી બોટે જોરદાર ઠોકર મારતા બે ખલાસીઓ દરીયામાં ડુબી ગયેલ હતા જેમાં એક નો મૃતદેહ મળી આવેલ હતો ૧પ દિવસ થી બીજા ખલાસીનો મૃતદેહ શોધખોળ કરતા મળેલ ન હોય જેથી પરીવારમાં શોક વ્યાપેલ હતો.

સાગરપુત્ર ખારવા સમાજ દ્રારા આર્થિક સહાય અપાયેલ હતી. સાગરપુત્ર માછીમાર બોટ એસો.વેરાવળના પ્રમુખે જણાવેલ હતું કે તા.ર૩/૧ર ના રોજ રાત્રે ધામળેજના સામેના દરીયામાં જીતેન્દ્ર ચૌહાણ, જેઠાભાઈ સોલંકી હોડીમાં ફીશીગ કરતા હતા ત્યારે ટ્રોલી બોટે જોરદાર ઠોકર મારતા બન્ને દરીયામાં ડુબી ગયેલ હતા જેમાં જેઠાભાઈ સોલંકી નો મૃતદેહ હજુ સુધી મળેલ નથી જેથી પરીવારમાં અરેરાટી ફેલાયેલ છે. માંગરોળ ખાતે મીટીગ મળેલ તેમાં સાગરપુત્ર ખારવા સમાજના પટેલ લખમભાઈ ભેસલા સહીતના આગેવાનોએ બન્ને પરીવારોને રૃા.પપ હજાર રૃા.પપ હજાર કુલ રૃા.૧,૧૦,૦૦૦ આર્થિક સહાય કરેલ હતી.

(1:00 pm IST)