સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th January 2021

ભાવનગરમાં ટૂંકમા જ કેન્સર હોસ્પિટલ શરૂ

ભાવનગર તા.૧૧ : ભાવનગરની ઘણા લાંબા સમયની માંગણી કેન્સર હોસ્પિટલ જેનું બિલ્ડીંગ બની ગયેલ અને સાધનો માટે લાંબા સમય સુધીની પ્રક્રિયા પછી તે મશીનો પણ હાલ ત્યાં પહોચી ગયા છે. બિલ્ડીંગ અને મશીનોની સાથે ડોકટરો, સ્ટાફ અને અન્ય વ્યવસ્થાની જરૂર પડે તે માટે ગુજરાત સરકારના સહયોગથી કાર્યરત ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટયુટ (જીસીઆરઆઇ)ની સાથે એમઓયુુ ભાવનગરમાં કેન્સર હોસ્પિટલ માટે ગુજરાત સરકારે કરેલ છે.

આ એમઓયુ કરવા માટે પણ વિભાવરીબેન દવેએ પ્રયત્નો કર્યા છે. આ એમઓયુ થવાની હવે ટુંક જ સમયમાં ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટયુટ (જીસીઆરઆઇ) દ્વારા ડોકટરો તેમજ અન્ય જરૂરી તમામ સ્ટાફની નિમણુંક કરવામાં આવશે અને નિમણુંક થતા કેન્સર હોસ્પિટલ કાર્યરત થશે. કેન્સર હોસ્પિટલમાં જરૂરી ડોકટરો અને સ્ટાફની નિમણુંક માટે પણ વિભાવરીબેન સતત પ્રયત્નશીલ છે. એમઓયુ બાદની વ્યવસ્થા કરવામાં જીસીઆરઆઇને જે થોડા દિવસનો સમય લાગે તે બાદ તુરંત જ જીસીઆરઆઇના શશાંક પંડયાજી જોડે વાત કરી આ વ્યવસ્થા પણ કરવા જણાવેલ છે.

આથી હવે ભાવનગરના લોકોને કેન્સરની સારવાર માટે અમદાવાદ કે અન્ય સ્થળે જવુ નહી પડે સરકારશ્રી દ્વારા શરૂ થયેલ આ સેવાનો લાભ શહેરમાં સર ટી હોસ્પિટલમાં મળી જશે.

(12:16 pm IST)