News of Saturday, 11th January 2020
કચ્છના ધોરડોના સફેદ રણમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 15 દેશો અને ચાર રાજ્યોના 95 પતંગ રસિયાએ મોજ માણી
રંગબેરંગી ગુબ્બારા આકાશમાં છોડી પતંગ મહોત્સવનો પ્રારંભ કરાયો
કચ્છના ધોરડોના સફેદ રણમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સફેદ રણમાં રંગબેરંગી ગુબ્બારા આકાશમાં છોડી પતંગ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો
આ આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલમાં વિવિધ 15 દેશો, ભારતના ચાર રાજ્યો અને કચ્છ સહિત 95 પતંગ રસિયાઓએ પતંગ ચગાવાની મજા માણી હતી.
અવનવા પતંગોથી આકાશ રંગીન બન્યું હતું. સફેદ રણની ચાંદની માણવા આવતા પ્રવાસીઓ કાઇટ ફેસ્ટિવલ નિહાળી અભિભૂત બન્યા હતા .
(12:02 am IST)