સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th January 2020

અમરેલીના રાજુલા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની હર્ષભેર ઉજવણી થશે

વહીવટી તંત્રની તડામાર તૈયારીઃ અધિકારીઓએ સ્થળ વિઝીટ કરી

અમરેલી, તા.૧૧:પ્રજાસત્ત્।ાક દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી રાજુલા ખાતે કરવામાં આવશે. આ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓક દ્વારા રાજુલા પ્રાંત કચેરી ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી અને રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમને સુપેરે યોજવા માટે જવાબદારી સોંપવામાં આવી હતી.

જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓક દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં વધુ પ્રમાણમાં ભાગ લે તેના પર ભાર મુકવામાં આવ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓ જે કૃતિ રજૂ કરે તે ઉત્ત્।મ હોય તે કરતા મહત્ત્।મ બાળકો કાર્યક્રમમાં ભાગ લે તે દ્યણું મહત્વનું છે. તેમ તેમણે જણાવ્યુ હતુ.

જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓક દ્વારા બાગાયત, ખેતી, આર.ટી.ઓ., આરોગ્ય, સિંચાઈ, કૃષિ, મહિલા અને બાળ સુરક્ષા સહિતના વિભાગોને ટેબ્લો રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત રાષ્ટ્રીય પર્વની ઉજવણીની પરંપરા મુજબ સ્વાતંત્ર્ય સેનાની અને વિશિષ્ટ સિદ્ઘિ મેળવનારને મહાનુભાવોના સન્માનિત કરવામાં આવશે.

આ બેઠકમાં અધિક કલેકટરશ્રી એ.બી.પાંડોર, નાયબ જિલ્લા પોલીસ વડા શ્રી રાણા, પ્રાંત અધિકારીશ્રી કે. એસ. ડાભી, ડેપ્યુટી ડી.ડી.ઓ.શ્રી, આયોજન અધિકારીશ્રી ગોહિલ તથા જિલ્લાના સબંધિત અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:47 am IST)