મોરબી પટેલ મહિલા કોલેજની એનએસએસ શિબિર
મોરબીઃ પટેલ કન્યા કેળવણી મંડળ સંચાલિત જે.એ.પટેલ મહિલા કોલેજ મોરબીની એન.એસ.એસ.શિબિરનો વિદાય સમારંભ ચાંચાપર ગામમા રેવાબેન ઓ.પટેલ સમાજ ખાતે યોજાયો હતો. જેમા ઉપસ્થિત પટેલ કન્યા કેળવણી મંડળના ઉપપ્રમુખ વલમજીભાઈ, ત્રંબકભાઈ ,પ્રિન્સિપાલ ડો.પી.કે.પટેલ, ભાનજીભાઈ આદરોજા , ચાચાપર ગામના અગ્રણી પ્રવીણભાઈ ભલોડિયા , પ્રા. ડો. ભાવેશ જેતપરિયા , આરતીબેન રાંકાજા , વિડજાભાઈ , પ્રા. શાળાના પ્રિન્સિપાલ , તેમજ શિક્ષકગણ, ગ્રામ્યજનો અને વિદ્યાર્થીઓનું શાબ્દિક સ્વાગત એનએસએસના પ્રોગ્રામ ઓફિસર પ્રા. વનિતા કગથરા દ્વારા કરવામાં આવ્યું હતું. તેજસ્વી વિધાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું તેમજ એન.એસ.એસ.ની વિધાર્થીનીઓ દ્વારા અભિનય ગીત અને નાટક રજુ કરવામાં આવ્યું હતું તો પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ રજુ કરવામા આવ્યો.શિબિરના સાતનો અનુભવ એન.એસ.એસ.ની વિધાર્થિની જલ્પા દ્રારા રજુ કરવામાં આવ્યો હતો અને શિબિરમાં સહકાર આપવા બદલ પ્રિન્સીપાલ ડો. પી. કે. પટેલ સાહેબ દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન એનએસએસના પ્રોગ્રામ ઓફિસર પ્રા. વનિતા કગથરાએ કર્યું હતું. વિદાય સમારંભમાં રજુ કાર્યક્રમની તસ્વીર.