સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th January 2020

ડોમીયાણી કોલેજની વિદ્યાર્થીઓની એનએસએસ શિબિર સેવંત્રા ગામે સંપન્ન

સાત દિવસ વિવિધ સેવાકાર્ય ઉપરાંત શિબિરો યોજાઇ

ઉપલેટા તા.૧૧ : પીપલ્સ વેલફેર સોસાયટી ડુમીયાણી સંચાલીત યુનિ. સંલગ્ન બીઆરએસ કોલેજ ડુમીયાણી દ્વારા સાત દિવસ સુધી બીઆરએસ કોલેજ ડુમીયાણીના વિદ્યાર્થીઓની રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસનો કેમ્પ ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામે યોજાયેલ. આ કેમ્પમાં કો ઓર્ડીનેટર ડો.મહેન્દ્રભાઇ દેશાણી તથા જગદીશભાઇ માકડીયાની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ વિવિધિક પ્રકારના કાર્યક્રમો જેમાં પશુપાલન કેમ્પ, સફાઇ, ભીતસુત્રો, આરોગ્યલક્ષી વ્યાખ્યાનમાં ડો.એલ.કે.સાદીરયા તેમજ સેવંત્રા પ્રા.શાળાના આચાર્યએ નાગરીકતા સંશોધન કાયદો અને સ્પર્ધાત્મક પરીક્ષા સ્વાસ્થ્યલક્ષી વિવિધ વિષયોને આવરી લઇ વ્યાખ્યાન યોજાયેલ.

આ તકે ગુજરાત કિશાનસભા પ્રમુખ ડાયાભાઇ ગજેરાએ પણ કેમ્પનો લાભ લઇ વિદ્યાર્થીઓ સમક્ષ વૈજ્ઞાનીક સજીવ ખેતી તેમજ ઉત્પાદન કેમ વધારે મળી શકે તે અંગે કૃષિલક્ષી માહિતી આપી હતી. પશુપાલન કેમ્પમાં કુલ ૧૯૪૭ પશુઓના કેશ નોંધાયા હતા જેમાં ગાય, ભેંસ, ઘેટા, બકરા વગેરેના દર્દોનું નિદાન કરી દવાઓ આપી હતી તેમજ રસીકરણ પણ કરેલ હતુ જેમાં ડો.બી.એસ.ગોટી, ડો.કાસુંદ્રા, ડો.રામાણી, ગોવિંદભાઇ બારૈયા, કેતનભાઇ કાલાવડીયા તથા અર્જુનભાઇ ગોહેલે સેવા આપી હતી.

આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી બળવંતભાઇ મણવર તથા ટ્રસ્ટી સવિતાબેન મણવર સહિતના હાજર રહી વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સેવા યોજનાનું મહત્વ સમજાવી ગ્રામ ઉત્થાન માટે કામે લાગી જવા અપીલ કરેલ હતી. પ્રિન્સીપાલ ડો.એન.એચ.ઝાટકીયા સૌરાષ્ટ્ર ગ્રામવિદ્યા શાખાના ડીન ડો.એન.એમ.મારસોણીયા પણ સતત માર્ગદર્શન આપેલ હતુ આ તકે સેવંત્રાના આગેવાન અને ઉપલેટા તા.પં.ના પ્રમુખ લાખાભાઇ ડાંગર, વિનુભાઇ ચંદ્રવાડીયા, ઉકાભાઇ, કારાભાઇ સહિતના ગ્રામજનોનો સારો સહકાર મળેલ હતો.

(11:38 am IST)