News of Friday, 11th January 2019
પાટડી મામલતદાર કચેરીના સર્કલ ઇન્સ્પેકટર ૪ લાખની લાંચ લેતા ઝડપાયા
સાંથણીમાં મળેલ જમીન ખાતે કરાવવા અંગે લાંચ માંગનાર દજુભાઇ જાદવને અમદાવાદ એ.સી.બી.એ રંગે હાથ ઝડપી લેતા ખળભળાટ
સુરેન્દ્રનગર તા.૧૧: જિલ્લાનાં પાટડી ગામે મામલતદાર કચેરીનાં સર્કલ ઇન્સ્પેકટરને એ.સી.બી.એ લાંચ લેતા રંગે હાથ ઝડપી લેતા ખળભળાટ મચી ગયો હતો.
આ બનાવની સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ પાટડી મામલતદાર કચેરીમાં સર્કલ ઇન્સ્પેકટરની ફરજ બજાવતાં દજુભાઇ શીવાભાઇ જાદવે સાંથણીમાં મળેલ જમીન ખાતે કરાવવા ઇ-ધરામાં નોંધ પડાવવાં માટે રૂ. ૪ લાખની લાંચ માંગી હતી.
આથી અમદાવાદ એ.સી.બી. પોલીસે માંડલ રોડ ઉપર છટકું ગોઠવી અને સર્કલ ઇન્સ્પેકટર દજુભાઇ તથા અન્ય એક ખાનગી વ્યકિત અશોકભાઇ રતુભાઇ જાદવને રૂ. ૪ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.(૧.૮)
(11:31 am IST)