સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th December 2022

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ઓવરબ્રિજની ડિઝાઇન બદલવાની માંગ.

તાલુકા પંચાયતના સદસ્યાએ ડિઝાઇન ન બદલાઈ ત્યાં સુધી ઓવરબ્રિજનું કામ બંધ રાખવાની માંગ કરી

મોરબી નજીક મહેન્દ્રનગર ચોકડીએ ઓવરબ્રિજનું હાલ કામ ચાલુ હોય પણ આ ઓવરબ્રિજની ડિઝાઇન બદલીને યોગ્ય કામ કરવાની માંગ સાથે તાલુકા પંચાયતના સદસ્યાએ ધારાસભ્યને રજુઆત કરી છે અને તાલુકા પંચાયતના સદસ્યાએ ડિઝાઇન ન બદલાઈ ત્યાં સુધી ઓવરબ્રિજનું કામ બંધ રાખવાની માંગ કરી છે.

મોરબી તાલુકા પંચાયતના સદસ્યા ભાવનાબેન જયંતીલાલ શેરસિયાએ મોરબી માળીયાના ધારાસભ્યને રજુઆત કરી હતી કે,મોરબી હળવદ રોડ ઉપર આવેલ મહેન્દ્રનગર ચોકડીએ હાલ ઓવરબ્રિજ બનાવવાનું કામકાજ ચાલુ છે. તે તાત્કાલિક ધોરણે બંધ કરાવવાની માંગણી કરી છે. જે ઓવરબ્રિજ બનાવવાનું કામ મંજુર થયું છે તેની ડિઝાઇન ચેન્જ કરીને ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની માંગણી કરી છે.

(1:09 am IST)