સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th December 2019

તળાજા- મહુવા નેશનલ હાઇવે પર ઉભેલી ટ્રકમાં ધડાકાભેર બાઇક ઘુસી જતા બે યુવકોના ઘટનાસ્થળે મોત : એક ગંભીર

વાડીએ પાર્ટી હોવાનાં કારણે ત્રણેય યુવાનો પાર્ટી માટે હોટલ પર જમવાનું લેવા જતી વેળાએ કાળ ભેટ્યો

 

ભાવનગર: જીલ્લાનાં તળાજા - મહુવા નેશનલ હાઇવે પર ઉભી ટ્રકમાં બાઇક ઘુસી જતા ત્રિપલ સવારીમાં જતા ત્રણ યુવકો પૈકી 2નાં ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે એકને ગંભીર સ્થિતીમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

  ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર તળાજા - મહુવા હાઇવે પર ટ્રક નંબર GJ 04 X 5914 નંબરનો ખટારો બંધ પડ્યો હતો. જો કે ખટારાનાં ડ્રાઇવરે કોઇ ઇન્ડિકેટર પણ ચાલુ નહોતા રાખ્યા. ઉપરાંત આસપાસ કોઇ કોર્ડનિંગ પણ કર્યું નહોતું. જેથી ત્રિપલ સવારી આવી રહેલા યુવકો બંધ ટ્રકમાં ધડાકાભેર ઘુસી જતા 2નાં ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે ત્રીજાને ગંભીર સ્થિતીમાં સારવાર માટે તળાજા ખસેડવામાં આવ્યો હતો.

   વાડીએ પાર્ટી હોવાનાં કારણે ત્રણેય યુવાનો પાર્ટી માટે હોટલ પર જમવાનું લેવા જઇ રહ્યા હતા. ઘટનામાં હકાભાઇ ગઢવી, હેમુભાઇ ગઢવીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે રામજીભાઇને સારવાર માટે તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે

 . ઇજાગ્રસ્તે જણાવ્યા અનુસાર તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ નથુભાઇ ભમ્મરનાં ખેતરમાં ભાગ રાખી ચુક્યા છે. પોતાનાં ભાગીયાઓ માટે હોટલ પર જમવાનું લેવા જઇ રહ્યા હતા. ત્યારે રસ્તામાં બંધ પડેલ ટ્રકમાં બાઇક ઘુસી ગઇ હતી. 2 યુવકોનાં ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.

(12:54 am IST)