સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th December 2019

જૂનાગઢ-અમરેલીમાં વન્ય પ્રાણી દ્વારા માનવો પર હુમલાના ૮૦ બનાવો

વિધાનસભામાં બે વર્ષની આંકડાકીય માહિતી આપતા વનમંત્રી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૦: જુનાગઢ અને અમરેલી જિલ્લામાં દીપડા દ્વારા મનુષ્ય પર થયેલા હુમલાઓ અંગે કોંગ્રેસના શૈલેષ પરમારના પ્રશ્નના ઉત્તરમાં વન મંત્રીએ જણાવ્યું કે તા. ૩૧-૧૦-૧૯ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં જુનાગઢ જિલ્લામાં મનુષ્યો પર ૩૭ જેટલા બનવા પામ્યા છે જયારે અમરેલી જિલ્લામાં ૪૩ બનાવો બન્યા છે. આ હુમલાઓમાં જુનાગઢ જિલ્લામાં ૬ માનવ મૃત્યુ થયા અને ૩૧ વ્યકિતઓને ઇજા થયેલ છે. જયારે અમરેલી જિલ્લામાં ૮ વ્યકિતઓના મૃત્યુ થયા છે અને ૪૦ વ્યકિતઓને ઇજા થયેલ છે. આમ છેલ્લા બે વર્ષમાં જુનાગઢ જિલ્લામાં ૩૧૬ દીપડાને પાંજરામાં પુરવામાં આવ્યા છે. જયારે અમરેલી જિલ્લામાં ૧૧૯ દીપડાઓને પાંજરામાં પુરવામાં આવેલ છે.

(4:14 pm IST)