સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th December 2019

જખૌ નજીક ઓખાની ફિશીંગ બોટમાં લાપતા થયેલા ૭ ખલાસીઓની શોધખોળ

ભુજ-ઓખા, તા. ૧૦ : કચ્છના જખૌ નજીક ઓખાની ફિશીંગ બોટ દરિયામાં ડુબી જતા તેમાં લાપતા ૭ ખલાસીઓનો હજુ સુધી પતો ન લાગતા પરિવારમાં ચિંતા પ્રસરી ગઇ છે.

આ ઘટનામાં બોટમાં સવાર ભરત મેનશી ચુડાસમા (ર૯), દિનેશ બાબુ સોલંકી (ર૯, રહે. દામલી-કોડીનાર), ભૌતિક ગોવિંદ સોલંકી (૧૯, રહે. વેલન, કોડીનાર), કચરા વશરામ સોલંકી (૧૯, રહે. દામલી), વંશ જેસા રૂડા (૩૧, રહે. વેલન), અરવિંદ ભગવાન ચુડાસમા (૩૧, રહે. દમલી) અને જેન્તી પાંચા મકવાણા (પર, રહેે. દેલવાડા-ઉના) લાપતા બની ગયાનું જાણવા મળ્યું હતું.

ઓખાના રહેવાસી ભરચ ઇસ્માઇલ ઇસુબની મોઇન નામની બોટમાં ગત તા. ૩ના ખલાસીઓ માછીમારી કરવા માટે દરિયામાં ગયા હતા. ૭ ખલાસી સાથેની આ બોટ ઓખા અને જખૌ બંદર વચ્ચે હતી ત્યારે ગત તા. ૬ના રોજ રાત્રીના સમયે માછીમારી કરતી વખતે કોઇ અગમ્ય કારણે દરિયામાં પલટી મારી જતા ડુબી ગઇ હતી. સાતેય ખલાસીની ભાળ ન મળતા એમના પરિવારજનોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઇ હતી.

(4:01 pm IST)