સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th December 2019

રાજયકક્ષાની માસ્ટર એથ્લેટીક સ્પર્ધામાં જુનાગઢના ખેલાડીનો દબદબોઃ ૭૮ મેડલો મેળવ્યા

ઉપલેટામાં સ્પર્ધા યોજાઇ હતીઃ હવે વિજેતા ખેલાડી રાષ્ટ્રીય કક્ષાએ મણીપુર ઇમ્ફાલ ખાતે આયોજીત સ્પર્ધામાં કોૈવત દાખવશે

જુનાગઢ તા ૧૦  : તાજેતરમાં ઉપલેટા ખાતે રાજય કક્ષાની ૩૯મો માસ્ટર એથ્લેટીક ચેમ્પીયનશીપ તાજેતરમાં યોજવામાં આવેલ. આ ચેમ્પીયનશીપમાં સિનીયર વાઇસ પ્રેસિડેન્ટ જે.બી.માંકડ અને સીનીયર સિટીઝન્સ મંડળ જુનાગઢના મંત્રી જે.એમ. ઝાલાવાડીયાએ ખેલાડીઓને પ્રોત્સાહીત કરવા ખાસ હાજરી આપેલ હતી. આ સ્પર્ધામાં ૩૫ થી ૯૦ વર્ષ ઉપરના રાજયના ગાંધીનગર, જુનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, કચ્છ-ભુજ, વડોદરા, આણંદ, નવસારી, વલસાડ, દાહોદ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા વગેરે જિલ્લાઓમાંથી ૫૦૦ જેટલા ખેલાડીઓ બાળખ્બહેનોએ બહોળી સંખ્યામાં હાજર રહી ઉત્સાહ  ભેર ભાગ લીધો હતો.

આ ચેમ્પીયનશીપમાં જુનાગઢ જિલ્લાનાખેલાડીઓએ મેડલો મેળવવામાં પોતાનો દબદબો જાળવી રાખેલ હતો. ૪૦ જેટલા ખેલાડીઓએ ભાગ લઇ ૩૫ ગોલ્ડ,૨૬ સિલ્વર, અને ૧૭ બ્રોન્ઝ સાથે કુલ૭૮ મેડલો મેળવી જુનાગઢ જિલ્લાએ ભવ્ય સિધ્ધી હાંસલ કરેલ હતી. તેમજ આ તકે રાજયના પ્રમુખ વી.એન. પાઠકે તથા એસોસીએશનના જનરલ  સેક્રેટરી આઇ.યુ. સીડાએ ઉપલેટા ખાત ેઆવા સુૅદર આયોજન માટે ઓર્ગે. સેક્રેટરી દાનભાઇ ચન્દ્રવાડીયાનો અભિનંદન સાથે શાલ ઓઢાડી સન્માન કરતા આભાર માનેલ હતો.

આ તમામ વિજેતા ખેલાડીઓ આગામી ઓલ ઇન્ડીયા કક્ષાએ યોજાનાર ૪૧મી નેશનલ માસ્ટર એથ્લેટીક ચેમ્પીયનશીપ તા. ૮ થી ૧૪ ફેબ્રુઆરી ના રોજ મણીપુર ઇમ્ફાલ ખાતે ભાગ લેવા જવાના છે. આ તમામ ખેલાડીઓને મંડળના લાઇફ ટાઇમ પ્રેસિડન્ટ દિલુભા વાળાએ વધુમાં વધુ મેડલો જિતવા ખાસ શુભેચ્છા પાઠવેલ હતી.

(4:00 pm IST)