સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th December 2019

હળવદ પંથકના દલવાડી કુટુંબના અકસ્માત ઇજા-મૃત્યુના કેસમાં લાખોનું વળતર મંજુર

રાજકોટ તા.૧૦: હળવદ પંથકના દલવાડી કુટુંબના જુદા જુદા ત્રણ કેશમાં જંગી વળતર મંજુર કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

 

આ અંગેની વિગત એવી છે કે ગત તા.૨૧-૩-૧૩ના રોજ રાત્રીના આ પોણા બારેક વાગ્યે સુરેન્દ્રનગરના આઇ.ઓ.સી.ના પમ્પ પાસે કાર તથા ટ્રક વચ્ચે ગમ્ખ્વાર અકસ્માત સર્જાયેલ જેમાં હળવદના તથા ચરાડવાના રહિશ મહેન્દ્રભાઇ ભીમજીભાઇ જાદવને ગંભીર ઇજાઓ તથા તેમના પત્ની સરોજબેન તથા શૈલેષભાઇ કાનજીભાઇ રાઠોડનું ઘટના સ્થળે મરણ ગયેલ આ તમામ કેશો રાજકોટની ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલી જતા અરજદારના વકીલશ્રીઓની રજુઆતો, દલીલોને ધ્યાનમાં રાખી રાજકોટના એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજશ્રી વી.વી.પરમારે મહેન્દ્રભાઇના ઇજા કેશમાં ૨૩,૦૦,૦૦૦-૦૦, ગુજરનાર શૈલેષ કાનજીભાઇના કેશમાં ૪૭,૦૦,૦૦૦ તેમજ ગુજરનાર સરોજબેન મહેન્દ્રભાઇના કેશમાં ૧૧,૫૦,૦૦૦-૦૦ વ્યાજ સાથેની રકમ મંજુર કરી ટ્રકની વીમાકાુ.ને કુલ રકમના ૭૦ ટકા તથા કારની વીમાકાું. ને ૩૦ ટકા રકમ ૧ માસની અંદર ચુકવી દેવા હુકમ ફરમાવ્યો હતો.

આ કામમાં અરજદારો વતી રાજકોટના કલેઇમ કેશના સ્પેશ્યલ એડવોકેટ શ્યામ જે.ગોહિલ તથા વાંકાનેરના કપીલ વી.ઉપાધ્યાય રોકાયેલા હતા.

(3:59 pm IST)