સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th December 2019

ભાવનગરના તળાજાના પસ્વી નજીક અકસ્માત : ર ના મોત

મૃતક બન્ને ભૂંગર ગામના રહેવાસીઃ ૧ ગંભીરઃ વાડીએ પાર્ટી હોય બાઈક પર ટ્રિપલ સવારી જતા હતા ને બંધ ટ્રક યમદૂત બન્યો

ભાવનગર, તા. ૧૦ :  ભાવનગર જિલ્લાના તળાજા મહુવા હાઇવે પર પસ્વી ગામ નજીક હાઇવે પર પડેલ બંધ ટ્રક પાછળ ટ્રિપલ સવારી બાઈક ચાલકો ઘુસી ગયા હતા. જેમાં સ્થળ પરજ બે વ્યકિત ના મોત નિપજયા હતા.એક ને ગંભીર હાલતે ૧૦૮દ્વારા તળાજા ખસેડવામાં આવેલ હતા. વાડીએ પાર્ટી હોય હોટલ પર જમવાનું લેવા આવતા હતા.તે સફર બે યુવકો માટે અંતિમ બની. મૃતક બન્ને તાલુકા ના ભૂંગર ગામના રહેવાસી છે.

 

જાણ્યું જાનકી નાથે સવારે શુ થવાનંુ છે' આ પંકિત ને ચરિતાર્થ કરતી અરેરાટી ઉપજાવી અકસ્માત ની ઘટના ની મળતી પ્રાથમિક વિગતો મુજબ તળાજા મહુવા હાઇવેપર ટ્રક ન.જીજે ૦૪એકસ ૫૯૧૪ બંધ પડેલ હતો. આ ટ્રક પાછળ બાઈક ન.જીજે ૪ એબી ૯૧૯૪ ઉપર સવાર થઈ આવતા ત્રણ મિત્રો બાઈક ચાલકને ખબર ન રહેતા બાઈક સાથે ટ્રકમાં ધડાકા ભેર અથડાયા હતા.

જેમાં સ્થળપરજ હકાભાઈ ભગવાનભાઈ ગઢવી ઉવ આ.૨૫, હેમુભાઈ બાલાભાઈ લુણીયા ગઢવી ઉવ આ ૩૨, રે બન્ને ભૂંગર,તા.તળાજા. ના સ્થળપર કમકમાટી ભર્યા મૃત્યુ થયા હતા. એક ઇજા ગ્રસ્ત રામજીભાઈ હિપાભાઈ દે.પૂ.રે.ઉંચડી ને તળાજા ૧૦૮ ના ઇ એમટી મુકેશભાઈ ,પાયલોટ ધીરુભાઈ ઠાકર રેફરલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા.

ઇજાગ્રસ્ત રામજીભાઈ એ જણાવ્યું હતુંકે પોતે તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ નથુઆતા ભમ્મર ના ભાગીયા તરીકે કામ કરે છે. મૃતક બન્ને ખેત મજૂરી કરે છે. વાડીએ પાર્ટી ગોઠવી હોય ખેત મજૂરોએ હોટલ પર જમવાનું લેવા આવ્યા હતા.ને રસ્તામાં બંધ પડેલ ટ્રક બન્ને ખેત મજૂર યૂવાનો માટે કાળમુખો બન્યો.

બનાવના પગલે ભૂંગર ગામે ખબર પડતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ગામના લોકો હોસ્પિટલ અને સ્થળપર દોડી ગયા હતા. દાઠા પો.સ.ઇ વાઢેર,સ્ટાફ ના જયરાજસિંહ ચુડાસમા,હરેશભાઇ બારીયા સહિતના એ ટ્રાફિક હળવો કરી અકસ્માત ને લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.ટ્રક નો ચાલક હોટલ પર જ ટ્રક બંધ થવાના કારણે બેઠા હતા. જે પોલીસ ને જોતા હાજર થઈ ગયેલ હતો.

(1:17 pm IST)