સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th December 2019

અન્ય સ્ત્રી સાથે આડા સબંધ હોવાથી પત્નીને છૂટાછેડા માટેનું કહેતા દવા પીધી

દ્વારકાની પરિણિતા સારવારમાં: સસરાએ જમાઇ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી

ખંભાળીયા તા. ૧૦ :.. દ્વારકામાં સાસરૂ ધરાવતી અને હાલ ખંભાળીયા તાલુકાના હંસ્થળ ગામે પિયરમાં રહેતી પરિણિતાના પતિને અન્ય સ્ત્રી સાથે આડા સબંધ હોવાથી હવે તું જોઇતી નથી છૂટાછેડા આપી દેવાનું જણાવતાં પરિણીતાએ ઝેરના પારખા કરી લેતા સારવાર માટે ખંભાળીયાની ખાનગી  હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે.

બનાવ અંગે ખંભાળીયા મહિલા પોલીસ મથકમાં પરિણિતાના પિતા ભીમાભાઇ સાજણભાઇ આંબલીયા રહે. હંસ્થળ એ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, પિતાની પુત્રીના લગ્ન દ્વારકામાં અખિલ ભારતીય આહિર સમાજની વાડી ભદ્રકાલી ચોકમાં રહેતા દેવશી ડાડુભાઇ કરંગીયા સાથે કરવામાં આવ્યા હતાં. લગ્નના ત્રણેક મહિના બદ જમાઇ દેવશીને અન્ય કોઇ સ્ત્રી સાથે આડા સબંધ હોવાથી પુત્રીને શારીરિક માનસીક આપી તું તારા બાપના ઘરે ચાલી જા તેમ કહી અવાર-નવાર મારકુટ કરી અહીયા રહીશ તો જાનથી મારી નાખીશ તેમ ધમકી આપતાં બે મહિનાથી ઘરે પરત આવી જતાં જમાઇએ ફોન કરી જણાવેલ કે તું મને ગમતી નથી. આપણે છૂટાછેડા લઇ લેવા છે. આથી પતિના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લેતા સારવાર માટે ખંભળીયાની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી છે. ફરીયાદના પગલે પતિ દેવશી ડાડુભાઇ કરંગીયા વિરૂધ્ધ ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(1:14 pm IST)