સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th December 2019

જસદણ તાલુકા-શહેરમાં કોંગ્રેસ સોશ્યલ મીડીયા વિભાગના કોર્ડીનેટરની નિમણુંક

જસદણ તા. ૧૦ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીતભાઈ ચાવડા તેમજ પ્રદેશ કોંગ્રેસ સમિતિ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ ના કોર્ડીનેટર હેમાંગભાઈ રાવલની સૂચના અનુસાર જસદણ વિધાનસભા સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના કોર્ડીનેટર મેહુલભાઈ સંદ્યવીએ જસદણ શહેર કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના કોર્ડીનેટર તરીકે ગિતેશભાઈ પ્રવીણભાઈ અંબાણીની અને જસદણ તાલુકા કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ ના કોર્ડીનેટર તરીકે કમળાપુરના ભાવેશભાઈ ઠુંમરની નિમણૂંક કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ ઉપપ્રમુખ ગજેન્દ્રભાઈ રામાણીના હસ્તે નવ નિયુકત કોર્ડીનેટરોને નિમણૂંક પત્ર આપવામાં આવ્યા હતા. આ તકે જસદણ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ છાયાણી, નગરપાલિકાના વિપક્ષી નેતા હરેશભાઈ ધાધલ, જસદણ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ રણજીતભાઈ મેણીયા, વલ્લભભાઈ ખોખરીયા, ભીખાભાઈ બોદ્યરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સોશિયલ મીડિયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા ગિતેશભાઈ અંબાણી અને ભાવેશભાઈ ઠુંમર ની નિમણુંક થતા કોંગ્રેસ કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

(12:04 pm IST)