સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th December 2019

ભાવનગરના દીપિકાબેન દેસાઇને બેસ્ટ વુમન વોલેન્ટીઅર તરીકે સન્માન

ભાવનગર તા. ૧૦: ભાવેણાં વાસીઓને ગૌરવ અપાવતાં દિપીકાબેન દેસાઇ જેઓને વિનામૂલ્યે શિક્ષણ તેમજ રમત જગત ક્ષેત્રે અતૂટ સેવા આપવા બદલ ગુજરાત ખાતે અમદાવાદમાં માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ સન્માન કાર્યક્રમ રાખેલ છે જેમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનાં ધર્મપત્નિ શ્રી અંજલીબેન રૂપાણીનાં હસ્તે ''બેસ્ટ વુમન વોલેન્ટીઅર'' તરીકે સર્ટીફીકેટ આપી તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ છે.

તેઓ મુળ પટેલ પરિવારનાં ભાવનગરનાં રહેવાસી હોય છેલ્લાં ૧૯ વર્ષથી સતત દર વર્ષે ગવર્મેન્ટ શાળાનાં બાળકો, પ્રાઇવેટ શાળાનાં વિદ્યાર્થીઓ ગૃહીણીઓ, નોકરીયાત વર્ગોનાં કર્મચારી ગણ, ગરીબ વર્ગ હોય કે, અમીર વછર્ગ તથા ખાસ કરીને ઝોપડાનાં બાળકો કે જેઓને પુરતું અનાજ પાણી કે, શિક્ષણ, દવા જેવી સામાન્ય જરૂરિયાતોથી વંચીત હોય તેઓને તદ્દન વિનામૂલ્યે અંગ્રેજી ભાષા, ચેસ ટ્રેઇનિંગ, ફિટનેસ ટ્રઇનીંગ, ચિત્રકલા, ક્રાફટ પેપર તથા ભરત ગૂંથણ, આર્ટ વર્ક, પેન્સિલ વર્ક, જેવી અનેક કલાની પ્રવૃત્તિઓ, શિક્ષણ તથા રમત ગમત ક્ષેત્રે પોતાનો યથાશકિત મુજબ અવિરત ટ્રેઇનીંગ વિના મૂલ્યે આપી એક અનોખો રેકોર્ડ બનાવેલ છે. જેઓ માસિક ૧૦૦૦ થી પણ વધુ બાળકો બહેનોને તથા પુરૂષ વર્ગો કે જેઓ ગરીબ વર્ગનાં હોય, તેઓને બ્રિટીશ ઇંગ્લીશ, અમેરિકન ઇંગ્લીશ તથા ફોરેન લેંગ્વેજ ટ્રેઇનીંગ વિના મૂલ્યે છેલ્લાં ૧૯ વર્ષથી આપી રહ્યાં છે. તેમજ વધુમાં દર મહિને ર૦૦ જેટલાં બાળકોને વિનામૂલ્યે શતરંજની રમતનું પૂરતું જ્ઞાન વિનામૂલ્યે પુરૃં પાડે છે. તેમજ ચિત્રકલા, પેપર ક્રાફટ, ફિટનેસ સાથે ફ્રુડ ડાયેટની પૂરતી માહિતી તથા ટ્રેઇનીંગ પુરી પાડે છે.

(11:59 am IST)