સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th December 2019

દેવભૂમી દ્વારકા જિ.માં રવિવારે યોજાયેલ DYSOની પરિક્ષામાં ૧૩૯૩ માંથી ૬૭૯ પરીક્ષાર્થીઓ ગેરહાજર !!

બેરોજગારીના ગાણા ગાતા યુવાનોને શું ખરેખર નોકરી કરવી છે ?

ખંભાળીયા તા.૧૦ : દેવભૂમી દ્વારકા જિલ્લામાં રવિવારે ડીવાયએસઓ તથા ડે.મામલતદાર વર્ગ ૩ની જીપીએસસીની પરીક્ષા સાત બિલ્ડીંગોમાં શાંતિપુર્ણ રીતે લેવાઇ હતી. કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

ખંભાળીયામાં આદર્શ ઇંગ્લીશ શાળા, એસએનડીટી હાઇસ્કુલ, સેન્ટ કર્વે સ્કુલ, દા.સુ.ગર્લ્સ હાઇસ્કુલ, નવચેતન હાઇસ્કુલ, શિવમ ગર્લ્સ હાઇસ્કુલ તથા વાયા બોયઝ હાઇસ્કુલ એમ સાત બિલ્ડીંગોમાં આ જાહેર પરીક્ષા લેવાઇ હતી. જેમાં અધિક નિવાસી કલે.શ્રી જાની, જિલ્લા શિક્ષણાધિકારી એચ.આર.ચાવડા તથા એજયુ. ઇન્સ્પેકટર ગોપાલભાઇ નકુમ, વિમલભાઇ કિરમખાના ઇન્ચાર્જ એજયુ. ઇન્સ્પેકટરશ્રી પાથર વિ.જોડાયા હતા તથા દરેક બિલ્ડીંગ પર વર્ગ રના ઓબ્ઝર્વર નિમાયા હતા તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાયો હતો.

૧૩૯૩માંથી ૬૭૯ ગેરહાજર

એક મહત્વી ગણાતી આ પરીક્ષા માટે ઉમેદવારોમાં ગંભીરતા ન હોય તેમ ૧૩૯૩ ઉમેદવારે રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ જેમાં ૬૭૯ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.

આવી સ્થિતિ પરથી સ્પષ્ટ જણાય છે કે ખરેખર યુવાનો નોકરી નથી મળતીની વાતો કરે છે પણ અરજી કર્યા પછી ઇન્ટરવ્યુ (પરીક્ષા) આપવાની પણ તસ્દી નથી લેતા તો ખંભાળીયા કેન્દ્રમાંથી સ્પષ્ટ જણાય છે.

(11:58 am IST)