સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th December 2019

ભાવનગરમાં ૨૩મીએ સેજલ ચૌહાણને MBBSમાં પ્રથમવર્ગ મેળવતા ગોલ્ડ મેડલથી સન્માનીત કરાશે

ભાવ.મેડીકલ કોલેજમાં MD કરનાર સેજલે ૯ મેડલ મેળવી વિક્રમ સર્જયો

ભાવનગર તા.૧૦ : મહુવાની વિદ્યાર્થીની સેજલ ચૌહાણે કહેવતને સિધ્ધ કરી છે કે માનવીની ઇચ્છા શકિત દ્રઢ હોય તો તેને હિમાલય પણ નડતો નથી. મહુવાના વિનોદભાઇની દિકરીએ ધો.૧૦ અને ૧૨માં ઉચ્ચ ક્રમાંક મેળવ્યા બાદ ભાવનગર મેડીકલ કોલેજમાં એમબીબીએસનો અભ્યાસ પુર્ણ કર્યો છે અને તેમાં એકાદ બે નહી પણ નવ નવ ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવી વિક્રમ સર્જયો છે. જેમાં ૬ તો ગોલ્ડ મેડલ છે. સેજલ હાલ ભાવનગર મેડીકલ કોલેજમાં એમડીનો અભ્યાસ કરી રહી છે.

મહુવાના વિનોદભાઇ ચૌહાણની દિકરી સેજલે ધો.૧૦માં પ્રથમ ક્રમ મેળવ્યા બાદ ભાવનગરમાં સરદાર પટેલ એજયુ.સંસ્થામાં પ્રવેશ લીધો અને ધો.૧૨માં પ્રથમ ક્રમ અંકે કર્યો. કોલેજના ત્રીજા વર્ષની પરીક્ષામાં ઉચ્ચગુણ ૨૦૧૮ની પરીક્ષામાં મેળવતા હવે તા.૨૩ ડીસે.યોજાનાર પદવીદાન સમારોહમાં રાજયપાલની ઉપસ્થિતિ વચ્ચે ફાઇનલ પરીક્ષામાં ઉચ્ચ ગુણાંક તેમજ સર્જરી, ગાયનેક, યુવતી સહિતની કેટેગરીમાં સૌથી વધુ ગુણ મેળવી એકી સાથે ૯ ગોલ્ડ અને સિલ્વર મેડલ અંકે કરી વાળંદ જ્ઞાતિનું નામ રોશન કર્યુ છે.

(11:57 am IST)