સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th December 2019

તુલસીશ્યામથી ટીંબરવા ચેકપોસ્ટ સુધીના નવા રોડ ઉપર અધધ ૭૧ સ્પીડ બ્રેકરો !

નેસડામાંથી નાના વાહનોમાં દુધ ભરીને આવતા માલધારીઓને નુકશાન : પ્રવાસીઓ તોબા પોકારી ગયા

ઉના તા.૧૦ : તુલસીશ્યામ થી ટીંબરવા ચેકપોસ્ટ સુધી નો રોડ હમણાં જ બનાવવામાં આવેલો હોય આ રોડ ની અંદર ૭૧ સ્પીડ બ્રેકર મુકાતા પ્રવાસીઓ પરેશાન થયા છે.

સ્પીડ બ્રેકર મુકવા જરૂરી છે પરંતુઙ્ગ એટલા મોટા અને ઊંચા બનાવવામાં આવ્યા છે કે નાના વાહનો ને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે તેમજ ગીર વિસ્તારના નેસડા ઓમાંથી માલધારીઓને દૂધ લઈ જતી વખતે આ સ્પીડ બ્રેકર કરો ના કારણે દુધનો કેટલી વખત નુકસાન થયું છે આ સ્પીડ બ્રેકર કરોને જરૂરિયાત મુજબ રાખી અને બાકીના સ્પીડે કરો હટાવવા જોઈએ તેમજ જે મોટા સ્પીડબ્રેકર બનાવવામાં આવેલા છે તેઓને બંને સાઈડમાં નાના વાહનો માટે ચાલવાનું જરૂરી બન્યો છે.

તાજેતરમાં બનેલા રોડ ની અંદર સાઈડમાં ૧ મીટર નું માટીકામ કરવાનું હોય છે એ માટીકામ જો નહીં કરવા દેવામાં આવે તો તાજેતરમાં જ બનેલા રોડ ને નુકસાન થશે તેમજ રોડની નીચે વાહનો ઉતારવા મોટી મુશ્કેલી અને દુર્દ્યટના ઓપન સર્જી શકે છે આ બાબતે જંગલ ખાતાના ઉચ્ચ અધિકારીઓ દ્યટતું કરશે કે શું જો આ કામ સંપૂર્ણપણે વ્યવસ્થિત કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં ફરીથી આ રોડનું ધોવાણ થઇ જશે અને માટીકામ રોડની બન્ને સાઈડ માં આટલું જરૂરિયાત હોય જેથી કરી અને રોડની સંપૂર્ણ જાળવણી રહી શકે જેથી કરી ઉચ્ચ અધિકારીઓ આ કામને સમર્થન આપી અને વ્યવસ્થિત પૂર્ણ કરાવે તેવી લોકમાંગ ઉઠી છે.

(11:56 am IST)