સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th December 2019

ઇણાજ ખાતે ડીડીઓ રહેવર સાથે અધિકારીઓની મીટીંગમાં પ્રશ્નો ચર્ચાયા

પ્રભાસ પાટણ,તા.૧૦: ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવરના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના સભાખંડમાં ઈણાજ ખાતે વિવિધ શાખાના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓની મીટીંગ યોજાઈ હતી.

આ મીટીંગમા જિલ્લા વિકાસ અધિકારીશ્રી રહેવરે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે,ઙ્ગગીર સોમનાથ જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓમાં અરજદારોની આવતી અરજીનો સમય મર્યાદામાં નિકાલ કરવો,ઙ્ગસંવેદનશીલ અભિગમ રાખી કાર્યવાહી કરવી,ઙ્ગતેમજ સરકારશ્રીની નિયત કરવામાં આવેલ કચેરી કાર્ય પધ્ધતિ પ્રમાણે કામગીરી કરવી તેમજ દરેક શાખાના અધિકારીઓ સંકલન કરી કામગીરી કરે તે માટે જરૂરી સુચના આપવામાં આવી હતી.

આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઈલાબેન ગોહિલ,ઙ્ગશ્રી કડેચા,જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વાદ્યમસી તેમજ અન્ય અધિકારીઓ-કર્મચારીઓ સહભાગી થયા હતા.

(11:56 am IST)