સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th December 2019

સોમનાથમાં ગીરસોમનાથ મહિલા સશકિતકરણ કાર્યશાળા સંપન્ન

પ્રભાસપાટણ તા.૧૦ : રાજ્ય સરકારના 'નલ સે જલ' કાર્યક્રમના ભાગ રૂપે મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના અંતર્ગત જીલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો ગીર સોમનાથ દ્વારા જીલ્લામાં પાણી સમિતિના મહિલા સભ્યોની એક દિવસીય મહિલા સશકિતકરણ વર્કશોપનું આયોજન રામમંદિર સોમનાથ ઓડીટોરીયમ હોલ ખાતે રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવર દ્વારા મહિલાઓને તેમના બંધારણીય હક્કો તેમજ ચૂંટાયેલી તમામ મહિલાઓ વહીવટને લગતા તમામ નિર્ણયો જાતે લેતી થાઇ ત્યારેજ સરકાર દ્વારા આપેલ મહિલા અનામત સાચા અર્થમાં ગણાય તેમજ ગ્રામીણ ક્ષત્રે પીવાના પાણીના ક્ષેત્રમાં મહિલાઓ સ્વાવલંબી બને તેવું તેમને પોતાના વકતવ્યમાં જણાવેલ તેમજ વાસ્મો ગીર સોમનાથના યુનિટ મેનેજર વી.એન.મેવાડા દ્વારા ખુબજ સરસ રીતે ''પાણી એ માનવીની પાયાની જરૂરીયાત છે તેના વગર જીવન અશયત છે''. તેના વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવેલ.

આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જીલ્લાની પીવાના પાણીની પરિસ્થિતિ તેમજ નલ સે જલ યોજના અને પાણી સમિતિમાં મહિલાઓની ભાગીદારી વિશે વાસ્મો ગીર સોમનાથના ડીસ્ટ્રીકટ કો-ઓર્ડિનેટર અલ્કાબેન મકવાણા દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપેલ.

કાર્યક્રમને વધુ સફળ બનાવવા સરકાર દ્વારા ચાલતી આરોગ્ય અને કાયદાકીય યોજનાઓ વિશે માર્ગદર્શન આપવા સંલગ્ન ફિલ્ડમાંથી મહિલા અધિકારીઓ ઉપસ્થિત રહેલા કાર્યક્રમ દરમિયાન પાણી ગુણવત્તા અને વાસ્મોની શરૂઆત તેમજ વાસ્મો દ્વારા થતી વિવિધ પ્રવૃતિઓ વિશે ઓડિયો - વિડીયો દ્વારા સમજણ આપવામાં આવેલી. તેમજ વાસ્મોના સોશ્યલ મેનેજર કપીલભાઇ બાંભણીયા દ્વારા 'પાણી બચાવો જીવન બચાવો' વિશે આવેલ દરેક શ્રોતા ગણને તે વિશેની પ્રતિજ્ઞા લેવડાવેલ એમ.બી. બલવા, નાયબ મેનેજર ટેકનીકલ દ્વારા ગ્રામ્ય પાણી પુરવઠા યોજનામાં મહિલાઓની સર્વે કામગીરીથી નિભાવણી અને મરામત સુધીની કામગીરી કરવા, સ્વાવલંબી બનાવવા સફળ મહિલા પાણી સમિતિના ઉદારણથી વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી તેમજ સોશ્યલ આસી. મેનેજર હરેશભાઇ કામળીયા દ્વારા સફળ મહિલાઓ વિશેની વિધિ ઉકિત પ્રઉકિત દ્વારા કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવેલું

(11:55 am IST)