સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th December 2019

ઉપલેટામાં અખિલ ભારતીય જનવાદી મહીલા સમિતિ દ્વારા આવેદન

ઉપલેટાઃ શહેરમાં ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક વુમન એસોસીએશન સંચાલિત અખીલ ભારતીય જનવાદી મહીલા સમિતિ દ્વારા દેશમાં છાશવારે બનતા દુષ્કર્મના કેસ બાબતે બાપુના બાવલા ચોક ખાતેથી વિરોધ રૂપે રેલી કાઢીને શહેરના વિવિધ માર્ગો પર જઇ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ હતું. દેશમાં મહિલાઓ અસુરક્ષિત છે. નિર્ભયા, કઠઆ અને હૈદરાબાદ રેપની દ્યટનાઓને લઈને કાયદો અને વ્યવસ્થા સામે પ્રશ્નો ઉભા થયા છે. તાજેતરમાં હૈદરાબાદની ડોકટરની સામૂહિક રેપ અને દર વર્ષે ૩૮ હજાર જેટલી મહિલાઓ બળાત્કારનો ભોગ બને છે. તેમાંથી માત્ર ૨૫ % જેટલી મહિલાઓને જ ન્યાય મળે છે. જયારે ૭૫ % પીડિત મહિલાઓને ન્યાય મળતો નથી. નોકરી પર જતી મહિલાઓ, શાળા-કોલેજમાં ભણવા જતી દીકરીઓ હેમખેમ દ્યેર પરત આવશે કે કેમ એવો પ્રશ્ન માતા-પિતા તેમજ પરિવારજનોને સતાવતો રહે છે. મવાલીઓ, ગુંડાઓ દારૂના માફિયાઓ સમાજ જીવનમાં બેફામ વર્તી રહ્યા છે. કાયદો કે વ્યવસ્થાનો બિલકુલ ડર નથી. નાની નાની દીકરીઓ પણ અત્યારે સલામત નથી. ત્યારે કઠણ કાળજાના માનવીઓ પણ રડી ઉઠી છે. ત્યારે આવા બળાત્કારીઓને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ટૂંક સમયમાં જ ફાંસી આપવી જોઇએ. તેમજ બળાત્કારનો ભોગ બનેલ બાળકી તેમજ મહિલાઓનું સામાજિક સુરક્ષા માટે વળતર આપવું જોઈએ. તેવી ઉપલેટા અખિલ ભારતીય જનવાદી મહીલા સમિતિ દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે.

(11:55 am IST)