સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th December 2019

જુનાગઢના તબીબો દ્વારા મોરબીમાં અદ્યતન કયુ સ્વિચ લેસર ટેકનોલોજીનો વર્કશોપ યોજાયો

મોરબીઃ જૂનાગઢના  ડો. પિયુષ બોરખતરીયા અને મોરબીના ડો. જયેશ સનારીયા દ્વારા  મોરબી ખાતે ચહેરાને ચમકાવતી અદ્યતન ક્યુ સ્વીચ લેસર ટેકનોલોજી અંગે વર્કશોપ યોજાયો હતો.

 વર્કશોપનુ આયોજન જુનાગઢના   ડો. પિયુષ બોરખતરીયા તથા મોરબીના ડો. જયેશ સનારીયા  દ્વારા કરવા મા આવ્યુ હતુ. મોરબી જીલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાના વરદ્ હસ્તે ઉદ્ઘાટન કરવામા આવ્યુ હતુ.  આ વર્કશોપમા સુરતના ડો.યોગેશ ભીંગરાડીયા તથા ડો. મહેશ પટેલ, રાજકોટના ડો. ભાવેશ દેવાણી, પાટણના ડો.ધનંજય પ્રજાપતિ, જુનાગઢના ડો. પિયુષ બોરખતરીયા,મોરબીના ડો.જયેશ સનારીયા  એ ચહેરાને સુંદરતા બક્ષતી, ચહેરા પરની કાળાશ તથા ડાઘ દુર કરતી ક્યુ લેસર ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. આ તકે સમગ્ર ગુજરાતના ખ્યાતનામ ચર્મરોગના નિષ્ણાંત તબિબો હાજર રહ્યા હતા, તે ઉપરાંત ઈન્ડીયન મેડીકલ એસોશિયેશન મોરબી બ્રાંચના પ્રમુખ ડો. જયેશ પનારા તથા સેક્રેટરી ડો. ચિરાગ અઘારા ઉપરાંત એપલ હોસ્પીટલના ડોકટર્સ તેમજ સ્ટાફ મિત્રો, પિરામિડ લેસરના ડાયરેકટર રાકેશ ભાઈ સહીતના મહાનુભાવો એ ઉપસ્થિત રહી પોતાનુ યોગદાન આપ્યુ હતુ. ઈન્ડીયન મેડીકલ એસોશિયેન-મોરબી બ્રાંચ ના પ્રમુખ ડો. જયેશ પનારા એ જણાવ્યુ હતુ કે તન તથા ચહેરા ની સુંદરતા માટે આહાર તેમજ જીવનશૈલી જવાબદાર પરિબળ છે. માટે તન મન ની તંદુરસ્તી તેમજ સુંદરતા માટે સમતોલ તેમજ પૌષ્ટીક આહાર ઉપરાંત યોગ પ્રાણાયામ તરફ અભિમુખ થવા બાબતે ભાર મુક્યો હતો.આ વર્કશોપમા બહોળી સંખ્યામા દર્દીઓ પર સફળતાપૂર્વક નિૅંશુલ્ક પરિક્ષણ પણ કરવામા આવ્યુ હતુ.

(11:54 am IST)