સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th December 2019

મોરબી જીલ્લાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા માસ સીએલ

મોરબીઃ  ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંદ્ય સંગઠનના નેજા હેઠળ આરોગ્ય કર્મચારીઓ વિવિધ પડતર પ્રશ્નો અંગે લડત ચલાવી રહ્યા છે જેમાં આરોગ્ય કર્મચારી મહાસંદ્ય મોરબી (સૂચિત) ના ૨૯૫ કર્મચારીઓ માસ સીએલ મૂકી કામગીરી થી અળગા રહ્યા હતા  ફીમેલ હેલ્થ વર્કરના બદલે ફીમેલ હેલ્થ આસી/ મ.પ.હે. ઇન્સ્પેકટર નામાંભીયાન કરવા તથા ફાર્માસિસ્ટ સંવર્ગ વપરાતા કમ્પાઉન્ડર બાબતે સર્વિસ રેકોર્ડ તથા ભરતી પ્રકિયામાં જરૂરી જૂની. ફાર્માસિસ્ટઙ્ગ તરીકે સુધારા કરવા, ગ્રામ્ય કક્ષાએ ફીમેલ હેલ્થ વર્કરના પેટા કેન્દ્રો ઉપર મ.પ.હે.વ ની જગ્યા મંજુર કરવા, જી.એન. એમ કેડર પંચાયત નર્સિંગ એલાઉન્સ, યુનિફોર્મ એલાઉન્સ, વોશિંગ એલાઉન્સ, સ્ટેટ સ્ટાફનર્સની જેમ લાભ આપવા, આરોગ્ય મેડીકલ પ્રભાગના લેબ. ટેકને આરઓપી ૧૯૮૭ થી પગાર ૧૪૦૦-૨૩૦૦ ના બદલે ૧૪૦૦-૨૬૦૦ નું પગારધોરણ સુધારવામાં આવેલ છે જે પંચાયત લેબ ટેકને મળવા બાબત, તાલુકા કક્ષાએ સીનીયર ફાર્માસિસ્ટ અને જીલ્લા કક્ષાએ ૨ સીનીયર અને ૧ ચીફ ફાર્માની જગ્યા ઉભી કરવા અને લેબોરેટરી ટેકનીશીયનને તાલુકા કક્ષાએ એમ એસ ની જગ્યા પર શૂન્ય બજેટમાં લેબોરેટરી સુપરવાઈઝર તરીકે કામગીરી સોપી કામગીરી સુદ્રઢ કરવા સહિતની માંગ કરી રહ્યા છે આજે જીલ્લાના ૩૫૦ આરોગ્ય કર્મચારીઓએ જીલ્લા પંચાયત કચેરીએ ધરણા કરી સુત્રોચ્ચાર કર્યા હતા અને હડતાલ કરી હતી આગામી તા. ૧૭ ના રોજ ગાંધીનગર ખાતે રાજયના કર્મચારીઓ વિરોધ કરશે. માસ સીએલ ઉતર્યા  તે તસ્વીર.

(11:52 am IST)