સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th December 2019

લાઠી બાબરા વિસ્તારના પંચાયત હસ્તકના રૂ.૧.૫૦ કરોડનો રસ્તાનો ખર્ચ મંજુર થયો

વર્ષો પછી ચરખા,ચમારડીનો રોડ મંજુ થયો ધારાસભ્ય ઠુંમરને સફળતા

દામનગર,તા.૧૦: લાઠી બાબરાના લોકપ્રિય ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે પોતાના વિસ્તારમાં રોડ રસ્તા તેમજ અન્ય પ્રાથમિક અને સુખાકારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત રાજય સરકારમાં પ્રબળ રજુઆત કરી રહ્યા છે જેના ફળસ્વરૂપે આજે લાઠી વિધાનસભા વિસ્તારમાં નવા રોડ રસ્તાઓ,સહિત ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે.

ફરીવાર લાઠી અને બાબરા તાલુકાના ગામડાઓમાં રૂપિયા દોઢ કરોડના ખર્ચે નવા રોડ મંજુર કરાવી વર્ક ઓડર ઈશ્યુ કરાવતા ગ્રામ્ય વિસ્તારોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારાઙ્ગ લાઠી તાલુકાના હરસુરપુર દેવળીયાથી જંકશન રોડ પાંચ કિલોમીટર સુધીનો રોડ રૂપિયા ૬૫લાખના ખર્ચે મંજુર કરાવ્યો છે તેમજ બાબરા તાલુકાના ચમારડી થી ચરખાં ૬ કિલોમીટરનો રૂપિયા ૬૫ લાખના ખર્ચ મંજુર કરાવ્યો છે તેમજ લાઠી તાલુકાના કેરાલા એપ્રોચ રોડ બે કિલોમીટરનો ૨૦ લાખના ખર્ચે રાજય સરકાર પાસે મંજુર કરાવતા સમગ્ર પંથકની જનતામાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી

અત્રે ઉલ્લેખનીય છે કે બાબરા તાલુકાના ચમારડી થી ચરખાં રોડ અતિ બિસમાર રોડ બન્યો હતો ગામના સ્થાનિક અગ્રણીઓ અને લોકો દ્વારા સતત ધારાસભ્ય ઠુંમરને આ બાબતે રજુઆત કરવામાં આવતી હતી તેમજ ધારાસભ્યના ગ્રામ્ય પ્રવાસ દરમિયાન પણ મોટી સંખ્યામાંમાં લોકો દ્વારા ચરખાં ચમારડીનો રોડ બનાવવા મોટા પ્રમાણમાં રજુઆત કરવામાં આવતી હતી ત્યારે ધારાસભ્ય દ્વારા લોક માંગણીને ધ્યાનમાં રાખી રાજય સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ને સતત રજુઆત કરી ચરખાં ચમારડીનો રોડ રૂપિયા ૬૫ લાખના ખર્ચે મંજુર કરવામાં આવતા ગામના લોકોએ રાહત ની લાગણી અનુભવી હતી ધારાસભ્ય દ્વારા વર્ક ઓડર ઈશ્યુ થતા કામ તાત્કાલિક અસરથી શરૂ કરી ગુણવત્ત્।ા યુકત કામગીરી કરવા તંત્રને સૂચના પણ આપી છે

બાબરા તાલુકાના ચમારડી ચરખાં રોડ બિસમાર બનતા ચમારડી, કુંવરગઢ, વલારડી, વાલપુર,ખીજડિયા,વાવડી,સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારને ભારે હાડમારી સહન કરવાનો વારો આવતો હતો કારણે આ ગામના લોકોનો રાજકોટ આટકોટ કે વિરનગર જવું હોય તો વાયા ચરખાં થઈ ને જવાતું હતું પણ અહીં રોડ નબળા હોવાથી ના છૂટકે બાબરા થઈને જવું પડતું અને ૧૭ કિલોમીટરનો ફેર પડતો હતો પણ હવે ચરખાં ચમારડી રોડ ધારાસભ્ય દ્વારાઙ્ગ મંજૂર થતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોએ રાહત થઈ છે.

(11:47 am IST)