સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th December 2019

ગુજરાત રાજ્ય સહકારી સંઘના માનદ મંત્રી તરીકે જસદણના અરવિંદભાઈ બિનહરીફ

જસદણ તા.૧૦ : ગુજરાત રાજ્ય સહકારી સંઘના માનદ મંત્રી  પદે જસદણ પંથકના સહકારી અગ્રણી અરવિંદભાઈ ડી. તાગડીયા  સતત ત્રીજી વખત  બિન હરીફ ચૂંટાયા હતા.

ગુજરાત રાજ્ય સહકારી સંઘના  મીટીંગ હોલમાં  અમદાવાદ ખાતે  અમદાવાદ શહેરના ડેપ્યુટી કલેકટરના અધ્યક્ષ પદે યોજાયેલી ચૂંટણીમાં  ગુજરાત રાજ્ય સહકારી સંઘના  માનદ મંત્રી તરીકે  જસદણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તેમજ  રાજકોટ ડિસ્ટ્રીકટ કોપ્રઓપરેટીવ બેંકના ડિરેકટર  અરવિંદભાઈ તાગડિયા સતત ત્રીજી વખત અઢી વર્ષની મુદત માટે બિનહરીફ ચૂંટાયા હતા. અરવિંદભાઈ તાગડીયાની આ નિમણૂકને કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, કુંવરજીભાઈ બાવળીયા, રાજકોટ જિલ્લા સહકારી સંઘના ચેરમેન પ્રવીણભાઈ રૈયાણી, જસદણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ કાળુભાઇ તલાવડીયા, વિછીયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કડવાભાઇ જોગરાજીયા તેમજ જિલ્લા સહકારી સંઘ, જસદણપ્રવીંછીયા યાર્ડ, રાજકોટ જિલ્લા સહકારી બેન્ક સહિતની સહકારી સંસ્થાઓના તમામ હોદેદારો,ડિરેકટરો, કર્મચારીઓ અને જસદણ - વીંછીયા પંથકની તમામ સહકારી મંડળીના હોદ્દેદારો, વ્યવસ્થાપક કમિટીના સભ્યો તેમજ કર્મચારીઓએ આ નિમણૂકને આવકારી છે. ગુજરાત રાજ્ય સહકારી સંઘના ઉપપ્રમુખ પદે ખેડા જિલ્લા સહકારી બેંકના ચેરમેન ધીરુભાઈ ચાવડા તેમજ અન્ય માનદ મંત્રી તરીકે ભીખાભાઈ ઝવેરભાઈ પટેલ (સુરત) બિનહરીફ ચૂંટાયા હતા. આ બેઠકમાં ગુજરાતના દરેક જિલ્લાના ડાયરેકટરો સહિત કુલ ૨૬ ડાયરેકટરોની હાજરીમાં ચૂંટણી યોજાઈ હતી.

(11:45 am IST)