સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th December 2019

ઉપેલટા સોરઠીયા રબારી સમાજ દ્વારા લોકરક્ષક દળની ભરતી અન્યાય બાબતે આવેદન

ઉપલેટાઃ તાજેતરમાં લેવાયેલ લોકરક્ષક દળની પરીક્ષામાં અનુસૂચિત જનજાતિમાં આવતા રબારી સમાજને અન્યાય થવાના મુદ્દે ઉપલેટા સોરઠીયા રબારી સમાજ દ્વારા સૂત્રોચાર સાથે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. તાજેતરમાં દક્ષિણ ગુજરાતમાંઙ્ગ વસવાટ કરતા આદિવાસી સમાજ દ્વારાઙ્ગ ગીર,ઙ્ગ બરડા અને આલેચમાં જે તે સમયે વસવાટ કરતા સોરઠીયાઙ્ગ રબારી, ભરવાડઙ્ગ અનેઙ્ગ ચારણ સમાજનેઙ્ગ મળતા લાભોનોઙ્ગ વિરોધ કરવામાં આવેલઙ્ગ છે. અનેઙ્ગ આ સમાજને સરકારશ્રી તરફથીઙ્ગ મળતા લાભો બંધ કરવા માટેઙ્ગ ગુજરાત સરકાર પર રાજકીય દબાણ લાવીઙ્ગ મળતા લાભોઙ્ગ બંધ કરવાની પેરવી કરવામાં આવેલ છે. જેનાઙ્ગ દબાણને વશ થઈને ગુજરાત સરકારેઙ્ગ તાજેતરમાં લોકરક્ષક દળની ભરતીમાં પાસ થયેલ સોરઠીયા રબારી, ભરવાડઙ્ગ અનેઙ્ગ ચારણ સમાજનાઙ્ગ યુવાનોને અનુસૂચિત જનજાતિનાઙ્ગ લાભોથીઙ્ગ વંચિત રાખીઙ્ગ આખરી યાદીમાં ઉપરોકત સમાજના પાસ થયેલઙ્ગ યુવાનોના નામની કમી કરેલ છે. જે સરકારશ્રી તરફથી અન્યાય થયેલ છે.જેના કારણે આગામી સમયમાં ગુજરાત સરકારની વિરુદ્ઘમાં આંદોલનાત્મક કાર્યક્રમો જેવાકે અનશન, સત્યાગ્રહ અને હડતાલો જેવા કાર્યક્રમો અમલમાં મુકવામાં આવશે તેવી ઉપલેટા સોરઠીયા રબારી સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

(11:42 am IST)