News of Monday, 10th December 2018
અમરેલીમાં જનસંઘની બેઠક યોજાઈ :જુના જોગીઓને ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી
પરેશ ધાનાણીના ગઢમાં કોંગ્રેસને ટક્કર આપવાની તૈયારી
અમરેલીમાં જનસંઘની બેઠક મળી હતી. જેમાં મોટી સંખ્યામાં પાયાના કાર્યકરો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ભાજપને અમરેલી બેઠક પર જીત મળે તે અંગે ચર્ચા કરાઇ હતી.
આ બેઠકમાં જનસંઘના જુના જુગીઓએ પણ લોકસભાની ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી કોંગ્રેસના યુવા નેતા પરેશ ધાનાણીના ગઢમાં કોંગ્રેસને ભાજપ ટક્કર આપવાની તૈયારીઓ જૂનાજોગીઓએ શરુ કરી દીધી છે.
આ બેઠકમાં ભાજપના પૂર્વ કાયદામંત્રી અને સહકાર ક્ષેત્રના આગેવાન દિલીપભાઈ સંઘાણી તેમજ અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા હાજર રહ્યા હતા.
(9:01 pm IST)