સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 10th December 2018

ધોરાજીના રોડ રસ્તા સહિતના કામો સમતોલ વિકાસ કરવા મામલે રાજકીય માહોલ ગરમ બન્યો

ધોરાજી, તા.૧૦: ધોરાજી નગરપાલિકાના કોંગ્રેસના સતાધીશો દ્વારા વિકાસ કામોમાં ભેદભાવ ભરી નિતી રીતી સામે સામાજિક કાર્યકર વકીલ ચંદુભાઈ પટેલ એ તંત્ર વાહકોને રજૂઆત કરાતાં આ મામલે કોંગ્રેસના સતાધારી જૂથના સભ્ય દિનેશભાઈ વોરાએ સૂરમાં સૂર મિલાવતા આ મામલે ભાજપના વિરોધ પક્ષના નેતા સભ્યોએ રજૂઆતો કરતાં નગરપાલિકાના રોડ રસ્તાના વિકાસ કામો મામલે રાજકારણ ગરમ બની રહયુ છે.

ધોરાજી નગરપાલીકામાં હાલમાં ચાલી રહેલ વ્હાલા દવલાની નીમીતે શાસક પક્ષના સદસ્ય દિનેશભાઈ વોરાએ ખુલ્લુ સમર્થન આપ્યુ છે. અને એડવોકેટ ચંદુભાઈ પટેલે જે ફરીયાદ કરેલ છે તેમાં ખુલ્લે ખુલ્લા સુર પુરાવ્યો છે.

ધોરાજી નગરપાલિકાના કોંગ્રેસના દિનેશભાઈ વોરાએ નિવેદનમાં જણાવાયું છે કે અમો એ શહેરના સમતોલ વિકાસ માટે રજૂઆતો કરી છે ત્યારે શહેરના કોઇપણ નાગરીક દ્વારા રજૂઆત કે આંદોલન કરવામા આવશે તો હૂ પજાના હિતમાં મારી નૈતિક ફરજ સમજી તેમને સાથ સહકાર આપવાની ખાતરી આપી હોવાનુ જણાવ્યું છે.

ધોરાજીમાં કોંગ્રેસ શાસીત નગરપાલિકાના સતાધીશો દ્વારા વિકાસ કામોમાં ભેદભાવ ભરી નિતી રીતી સામે જાગૃત નાગરીકોની રજૂઆતનો પડઘો સતારૂઢ પક્ષમાં પડતાં શહેરમાં સમતોલ વિકાસ માટે ભાજપના નગરપાલિકા વિરોધ પક્ષના નેતા મનસુખભાઈ સોલંકી તથા ઉપ વિપક્ષી નેતા પરેશભાઇ વાગડીયાએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરાઈ છે ત્યારે ધોરાજી શહેરનો રાજકીય માહોલ ગરમ બની રહયો છે શહેરના સમતોલ વિકાસ મામલે શહેર ભરમા ભારે ચર્ચાઓ ટોક ઓફ ટાઉન બની રહેલ છે.

(12:27 pm IST)