સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 10th December 2018

જુગારના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ભાવનગર, તા.૧૦:  તાજેતરમાં ગૃહ વિભાગ, ગાંધીનગર ગુજરાત રાજય દ્રારા રાજયમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને ભાવનગર જીલ્લામાં તથા બહારના જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીની માહીતી મેળવવા ભાવનગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ. સોહીલભાઇ ચોકીયા તથા પોલીસ હેડકોન્સ. ટી.કે.સોલંકી ને સંયુકતમાં મળેલ બાતમી આધારે બોરતળાવ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં-૧૬૮/૨૦૧૫ જુ.ધા. કલમ ૧૨ (અ) મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી રમેશભાઇ ભગવાનભાઇ ચૌહાણ ઉ.વ.૪૧ રહેવાસી ગામ પાણસીણા તાલુકો લીમડી જીલ્લો સુરેન્દ્રનગર વાળાને રેલ્વે હોસ્પીટલ બસ સ્ટોપ પાસેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.  આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમાર સાહેબની સુચનાથી પોલીસ હેડકોન્સ. ટી.કે.સોલંકી તથા પોલીસ કોન્સ. શરદભાઇ પ્રતાપરાય તથા અબ્બાસઅલી અનવરઅલી તથા ડ્રાઇવર મુકેશભાઇ જોડાયા હતા.

(12:22 pm IST)