સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th November 2021

કાર્યકર સંમેલન માટે કચ્છ આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને એરપોર્ટ ઉપર ઉષ્માભેર આવકાર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::: આજરોજ કચ્છ જિલ્લાના પ્રવાસે આવેલા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ભુજ એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જીલ્લાના પ્રવાસ અન્વયે કચ્છ-ભુજ ખાતે પધારેલા મુખ્યમંત્રીશ્રીના સ્વાગતમાં શિક્ષણ રાજ્ય મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા, સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, પૂર્વ રાજ્ય મંત્રીશ્રી વાસણભાઇ આહિર, નગરપતિશ્રી ઘનશ્યામભાઇ ઠક્કર, ધારાસભ્ય સર્વશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા-માંડવી, શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા –અબડાસા, શ્રી માલતીબેન મહેશ્વરી- ગાંધીધામ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન ભંડેરી, અગ્રણીશ્રી મહેન્દ્રભાઇ પટેલ, શ્રી કેશુભાઇ પટેલ, શ્રી રજનીભાઇ પટેલ, શ્રી હિતેશભાઇ ચૌધરી, કલેકટરશ્રી પ્રવીણા ડી.કે.,  જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંધ, કાર્યપાલક ઇજનેરશ્રી વી. વાઘેલા, મામલતાદાર સર્વશ્રી વિવેક બારહટ અને એ. મંડોરી, નાયબ મામલતદાર સર્વશ્રી પી.એમ.સોઢા, એ.એમ.પરમાર, એ.પી.બૈદિયાવરૂ, જે.સી.ચૌધરી, ઇજનેરશ્રી સી.બી.હુડિયા, એમ.જે. ગોરાણી ઉપસ્થિત રહ્યા હતા

(10:08 pm IST)