સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th November 2021

ચાલો આજ જલારામ બાપા અને યોગીજી મહારાજના કૌટુંબીક સંબંધ જાણીએ

કોટડાપીઠા અબજી ભગત વસાણીને ચાર દીકરા મોટા દીકરા મીઠા ભગત વસાણી એના દીકરા ગોવિંદ ભગત એમના દીકરા લવજીભગત આ ના લગ્ન પુ જસુમા સાથે થયેલ એમના દીકરા ભકિતરામ ભગત આ ભકિતરામ ભગત સાથે જલારામ બાપાના દીકરી જમનાબેનના લગ્ન થયેલ આ જમના બેન અને ભકિતરામના ભકિત પરાયણ દીકરા કાળારામ ભગત વસાણી આ કાળા રામના દીકરા હરિરામ ભગત ને જલારામ બાપાએ દતક લીધેલ અને વીરપુર મંદિરના પ્રથમ ગાદીપતિ એમના દીકરા ગિરધરરામજી ભગત અને એમના દીકરા જયસુખરામ ભગત અને જયસુખરામજી ના દીકરા રઘુરામજી હાલ વીરપુરના ગાદી પતિ છે અબજી ભગત વસાણીના નાના દીકરા હરભમ ભગતના દીકરા કાનજી ભગત અને કાનજી ભગતના જેઠા ભગત એ કોટડા થી ધારી રહેવા ગયા એમના દીકરા વીરજી ભગત અને આ વીરજી ભગત ના દીકરા દેવચંદ ભગત વસાણી અને આ દેવચંદ ભગતના દીકરા એટલે સ્વામિનારાયણના મહાન સંત યોગીજી મહારાજ. 

(3:58 pm IST)