સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th November 2021

જલારામ બાપાના ઘડા મા ગંગા-જમના રૂબરૂ પાણી ભરી જાય છે

જલારામ બાપાના સદાવ્રતના સ્થળે દરરોજ જુદા જુદા સાધુ સંતો જમવા આવતા, કોઈ દર્શને કોઈ બાધા લેવા, આવતા કોઈ માગણી પણ કરતા

ભિમાભીબાપુ જલા બાપાના અનેક સેવકો પૈકી એક હતા એમને જલારામ બાપાને કહ્રયું મારે એક વખત ગંગા જમના નહાવા જવું છે બાપા કહે થોડા દિવસ બાદ ફરી થોડા દિવસ બાદ યાદ કરાવ્યું તો કહે આઠ દિવસ બાદ જસુ પણ આજ ખાસ મંદિર મા તમે રાત્રે સૂવા આવજો તો ભીમાભી બાપુ રાત્રે આઠ વાગ્યે આવી ગયા બાપા એ એમને દરવાજા પાસે ખાટલો નાખી પોતે અંદર સૂવા ચાલ્યા ગયા રાત્રે માળા કરતા કરતા ભીમાભિ બાપૂ સૂઈ ગયા અડધી રાત્રે દરવાજા આપો આપ ખુલ્યા થોડો અવાજ થતાં ભિમાભિ બાપુ જાગી ગયા જોયું તો બે સફેદ સાળી મા એકદમ સ્વરૂપ વાન સ્ત્રી પાણી ના ઘડા લઈ ને અંદર આવી એ બને સ્ત્રી નુ તેજ ઈશ્વર જેવું હતું એ જોતા રહ્યા અને એ બન્ને અંદર જઈ માટલા મા પાણી રેડી દરવાજા થી બહાર ચાલ્યા ગયા અને દરવાજા આપો આપ બંધ થઈ ગયા ભિમાભી બાપુ સવાર ની રાહ જોતા રહ્યા કે સવાર પડે ને જલા બાપા ને વાત કરે સવારે બાપા જગ્યા એટલે આખી વાત કરી પેલા તો જલારામ બાપા એ મશ્કરી કરી કે તમે સ્વપ્ન જોયેલ હસે તો ભિમાભી બાપુ કહે કે મે ત્યારે મને ચિટિયો ભરી હુ જાગુ છું કે નહિ એ ચેક કરેલ બાદ મા બાપા એ કહેલ એ સાક્ષાત ગંગા જમના જ આવેલ પાણી ભરવા તો હવે તમારે ક્યારે નીકળવું છે ગંગા જમના નાહવા તો ભિમાભી બાપુ કહે મે સગી આંખે ગંગા જમનાના દર્શન કરી લીધા અને પવન થઈ ગયો ગંગા જમના અહી જ હોય તો દૂર જવાની ક્યાં જરૂર છે આજે પણ મંદિર મા પાણી ના દેગડા રાખેલ છે રાત્રે કોઈ પાણી ભરતું હોય એવા અવાજ આવે છે એ દેગડાના તસ્વીરમાં દર્શન થાય છે.

(3:55 pm IST)