સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th November 2021

પરમાર ક્ષત્રિય સમાજ મુળી ચોવીસી ગુજરાતની રચના : મહામંત્રીપદે રાજેન્દ્રસિંહ પરમારની વરણી

રાજકોટ, તા. ૧૦ : સુરેન્દ્રનગર જીલ્લાના ઐતિહાસિક નગર એવા કે જયાં પરમાર ક્ષત્રીય સમાજ નિવાસ કરી રહ્યો છે. એવા પરમાર ક્ષત્રીય સમાજ મુળી ચોવીસી ગુજરાત તાજેતરમાં રચના કરવામાં આવતા પ્રમુખ તરીકે નરેન્દ્રસિંહ (કાળુભા) એ. પરમાર (નવાણીયા) હાલ વડોદરા તેમજ મહામંત્રી તરીકે રાજેન્દ્રસિંહ જે. પરમાર (મુળી) હાલ રાજકોટની વરણી કરેલ.

તેમજ ઉપપ્રમુખ તરીકે વિક્રમસિંહ ડી. પરમાર (ગૌતમગઢ) હાલ રાજકોટ પરમવીરસિંહ વિ. પરમાર (શેખપર) હાલ સુરેન્દ્રનગર, નરેન્દ્રસિંહ બી. પરમાર (મુળી) હાલ સુરત, શ્રી ઇન્દ્રજીતસિંહ પરમાર મુળી હાલ જામ ખંભાળિયા, તેમજ સહમંત્રી તરીકે, ખુમાનસિંહ એચ. પરમાર મુળી, રાજેન્દ્રસિંહ એચ. પરમાર (મુળી) હાલ જુનાગઢ, મહાવીરસિંહ એ. પરમાર (મુળી) હાલ મોરબી, તેમજ સંગઠન મંત્રી તરીકે પ્રદીપસિંહ એમ. પરમાર (મુળી) શ્રી ગટુભા એલ. પરમાર (મુળી) હરદેવસિંહ એમ. પરમાર (સીધ્ધસર) હાલ ભાવનગર, ગીરીરાજસિંહ એમ. પરમાર (મુંજપર) હાલ જામનગર તેમજ રાજકોટ જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદના પ્રમુખ અને મંત્રીઓ આ સંસ્થાના આમંત્રિત સભ્ય તરીકે રહેશે.

આ ઉપરાંત મુળી અને ચોવીસીના ગામો તેમજ ગુજરાત રાજયના અન્ય શહેરોના પરિવારના સભ્યોની ૪પ કારોબારી સભ્યની વરણી કરવામાં આવી છે.

આ સાથે શ્રી માં જોમબાઇમાં મંદિર સંસ્થાની પ્રથમ કારોબારીની મીટીંગ પણ રાખવામાં આવેલ તેમાં જુદા જુદા ગામોની કારોબારીના હોદ્દેદારો હાજર રહેલ સંસ્થાની માહિતી તેમજ આગામી કાર્યક્રમોની ચર્ચા વિચારણા કરવામાં આવેલ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થા પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર, મહામંત્રી રાજેન્દ્રસિંહ પરમાર, વિક્રમસિંહ પરમાર ઉપપ્રમુખ, પ્રદીપસિંહ પરમાર, સંગઠનમંત્રી, ખુમાનસિંહ પરમાર કારોબારી સભ્ય સર્વોશ્રી, કિરપાલસિંહ પરમાર, નીકુંભા પરમાર, લક્ષમણસિંહ પરમાર, દસરથસિંહ પરમાર, કનકસિંહ પરમાર, વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(2:35 pm IST)